આ સન્ડેમાં કંઇક અલગ બનાવવા માંગતા હો તો જલ્દી થી જાણી લો આ ચીજ સ્ટફ ગાર્લિક નાન

  • November 21, 2020 12:33 PM 1411 views

મહેમાનો ઘરે આવે ત્યારે લોકો ચીઝ, પનીર વગેરે વિવિધ વસ્તુઓ બનાવે છે. પરંતુ સાથે, તેઓ રોટલી અથવા સિમ્પલ નાન પીરસે છે. પરંતુ જો તમે આ વખતે કંઇક અલગ કરવા માંગતા હો, તો તમે લસણ અને ચીજના સ્ટફિંગ સાથે નાન તૈયાર કરી શકો છો. એ ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે તૈયાર કરવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણી લો આ નાન બનાવવાની રેસીપી .

નાન બનાવવા માટેની સામગ્રી
મેંદો ૧+૧/૨ કપ 
દહીં ૧/૨ કપ 
ઘઉંનો લોટ ૧ કપ 
ડ્રાય યીસ્ટ પાવડર ૧+૧/૨ ટેબલસ્પૂન 
લસણની કળી ૧૦-૧૨ 
કાપેલા લીલી ધાણા ૧ મોટી ચમચી 
માખણ અને તેલ - ૧-૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ 

સ્ટફિંગ માટે 
ચીઝ - ૧ કપ
અન્ય સામગ્રી:
લસણ - ૨ ચમચી 
માખણ (સર્વિંગ માટે )
મેંદો જરૂર અનુસાર 
જરૂર મુજબ પાણી  

પદ્ધતિ:
૧ સૌ પ્રથમ ઉપર દર્શાવેલ બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. 
૨. તેમાં પાણી ઉમેરી લોટ ગૂંથીને તેને ૨ કલાક માટે એક બાજુ રાખો. 
૩ ગુંથેલા લોટના નાના નાનાબોલ બનાવો અને તેને સ્ટફિંગથી ભરીને વણી લો  
૪ હવે બ્રશ વડે નાનની એક બાજુ પાણી લગાવો અને તેને ગરમ તવી પર નાખો. 
૫ ધીમા આંચ પર બંને બાજુ નાન સેકી લો . 
૬. તેમાં માખણ લગાવીને તેને સર્વિંગ પ્લેટ પર રાખો. 
૭. તમારી ચીઝ સ્ટફ્ડ લસણ નાન તૈયાર છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application