રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૪,૩૪૦ લોકો સંક્રમિત નોંધાયા : ૧૫૮એ જીવ ગુમાવ્યો

  • April 27, 2021 05:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના રોજ નવો રેકોર્ડ સર્જીને આપણી ચિંતા વધારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૪,૩૪૦  કેસ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૭,૭૨૭ દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૮ દર્દીના મોત થયા છે. 

 

 

રાજ્યનો રીકવરી રેટ ૭૪.૯૩ ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલના કોરોનાના દર્દીની સ્થિતિ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૧૪૬૧ છે. જેમાંથી ૪૧૨ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૨૧૦૪૯ દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્ય ૩૮૨૪૨૬ દર્દી સ્વસ્થ થયા છે.  ૬૪૮૬ દર્દીએ કોરોનાના કારણે અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. 

 

 

નવા નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન ૫૬૧૯, સુરત કોર્પોરેશન ૧૪૭૨, વડોદરા કોર્પોરેશન ૫૨૮, રાજકોટ કોર્પોરેશનના ૫૪૬ કેસ નોંધાયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS