ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોનાના નવા કેસ નોંધાયા : 18ના મોત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાસત્તાને હંફાવીને વિશ્વભરમાં કાળો કહેર વરસાવનાર કોરોના હાલ સુધીમાં રાજ્યભરમાં 2715 લોકોને ભરખી ગયો છે. હાલ સુધીમાં કોરોનાની હડફેટમાં 74390 લોકો આવી ચુક્યા છે. જેમાંથી 75 લોકો વેન્ટીલેટર પર છે અને 14207 લોકો કોરોના પેશન્ટ તરીકે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 57393 કોરોના દર્દીઓને ઘરે રજા આપવામાં આવી છે. આજે રાજ્યભરમાં 1152 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 18ના મોત થયા હોવાનું આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.    

 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 977 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. 4,94,121 વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે. જેમાંથી 1611 વ્યક્તિઓને ફેસેલિટી કોરોન્ટાઈનમાં રખાયા છે બાકી બધા હોમ કોરોન્ટાઈન છે.   

 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર રાજ્યભરમાં દિન પ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થતો જાય છે. સમગ્ર ગુજરાતમાં 59 લેબોરેટરી કોવિડ – 19ના ટેસ્ટ કરી રહી છે. ઉપરાંત લોકોને ઝડપથી અને નજીકમાં કોવિડ 19 ટેસ્ટની સુવિધા મળી રહે માટે રેપીડ એન્ટીજન કીટનો ઉપયોગ શરૂ કરાયો છે. આજે રાજ્યભરમાં કોવિડ 19ના 50,124 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને હાલ સુધીમાં 11,09,005 ટેસ્ટ સરકાર દ્વારા કર્યા હોવાનું જાહેર કરાયું છે.       

 

નવા નોંધાયેલા કેસની બ્રિફ 

 

સુરત કોપોરેશન ૧૯૫

અમદાવાદ કોપોરેશન ૧૪૭

વડોદરા કોપોરેશન ૯૩

સુરત ૭૭

રાજકોટ કોપોરેશન ૫૯

રાજકોટ ૩૬

અમરેલી ૩૫

ભાવનગર કોપોરેશન ૩૫

જામનગર કોપોરેશન ૩૪

પંચમહાલ ૩૪

મહેસાણા ૩૨

ગીર સોમનાથ ૨૭

કચ્છ ૨૭

સુરેન્રનગર ૨૭

વડોદરા ૨૭

ભરૂચ ૨૫

દાહોદ ૨૧

મોરબી ૨૧

વલસાડ ૧૮

ગાંધીનગર ૧૬

ખેડા ૧૬

ગાંધીનગર કોપોરેશન ૧૪

જુનાગઢ કોપોરેશન ૧૪

આણંદ ૧૩

 નવસારી ૧૩

અમદાવાદ ૧૨

ભાવનગર ૧૧

નમાદા ૧૧

સાબરકાંઠા ૧૧

પાટણ ૧૦

બનાસકાંઠા ૮

બોટાદ ૬

તાપી ૬

જુનાગઢ ૫

અરવલ્લી ૪

જામનગર ૪

પોરબંદર ૩

છોટા ઉદેપુર ૨

મહીસાગર ૨
દેવભૂમિ દ્વારકા ૧


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS