જામનગર પંથકમાં 16 મહિલા સહિત 45 જુગારી ઝડપાયા

  • July 26, 2021 11:37 AM 

જાગરણના જુગારના રંગમાં પોલીસનો ભંગ: રોકડ, મોબાઈલ, વાહનો મળી લાખોનો મુદ્દામાલ કબજે

જામનગર શહેરના ગોકુલ નગર, જાંમ વથલી, સરદાર નગર, ધ્રોલ, લાલપુર, ધૂ વાવ વિગેરે વિસ્તારોમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 16 મહિલા સહિત 45 જુગારીઓને રોકડ, મોબાઈલ સહિતના મુદામાલ સાથે અટકમા લીધા છે જ્યારે એક ફરાર થઈ ગયો હતો.

જામનગરના ગોકુલ નગર સમાજની વાડીથી આગળ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સોમનાથ સોસાયટી સમાજવાડી એક ની બાજુમાં રહેતી અનસુયાબા જામભા જાડેજા, અન્નપૂર્ણાબા દિગ્વિજયસિંહ પરમાર, ક્રિષ્નાબા ગુલાબસિંહ પરમાર, હંસાબેન દિનેશ સોયગામા, શોભનાબા બળદેવ સિંહ ગોહિલ, પ્રસનબા નટુભા ગોહિલ, જ્ઞાન બા નરવીનસિંહ જાડેજા, લીલાબેન કાળુ મકવાણા, મંજુબેન કારા પિંડારિયા, માયાબા હનમતસિંહ પરમાર નામની મહિલાઓની અટકાયત કરી ને રોકડા 12350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગરના લાલવાડી આવાસ કોલોની પાછળ સરદાર નગર શેરી નંબર 2 માં ધર્મેન્દ્રના મકાને નાળ ઉઘરાવીને તીન પત્તીનો જુગાર રમાય છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડીને સરદારનગરના ધર્મેન્દ્ર રમેશ પરમાર, સંદીપ સોસાયટી એકની સામે રહેતા વિક્રમસિંહ ગણપતસિંહ સરવૈયા, જીવાપર આમરા ગામ ના સિરાજ સદરુદ્દીન સોમાણી, જામનગરના રંગમતી પાર્ક શેરી નંબર 1 મા રહેતી કુંદનબેન કિશોર ચૌહાણ, યાદવ નગર ની લતાબેન ચંદ્રકાંત ગાંધી ને રોકડા રૃપિયા ૧૨૦૦ અને ગંજીપતા તથા બે મોટરસાયકલ મળી 104200 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટુકડીએ અટકાયત કરી હતી.

જામનગર નજીક જામ વંથલી ગામમાં રાજુ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને તીન પતીનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા વંથલી સ્ટેશન રોડ પર રહેતા રાજેશ ઉર્ફે રાજુ મગન તલસાણીયા, બાલંભા ના ગાંધી ચોક માં રહેતો અશ્વિન હરિ રાઠોડ, ધ્રોલ રેલવે સ્ટેશન પાસે વણકરવાસમાં રહેતો અરજણ ઉર્ફે કનુ કેશું રાઠોડ, જામ વંથલીના રાજેશ ભૂરા પરમાર, બાલંભા નો જયેશ માનસંગ મકવાણા, કેશીયા પ્લોટ વિસ્તારમાં રહેતો લાભુ ભારથી બચુભારથી ગોસાઈ, રણજીત પુરાના જગદીશ રણછોડ રાઠોડ, હજામ ચોરાના ધીરજલાલ છગન ભીમાણી, નામના શખ્સોને જુગાર રમતા રોકડ રૂપિયા 35630 અને ત્રણ મોબાઇલ સાથે પકડી લીધા હતા, જ્યારે જામવંથલી ગામમાં રહેતો રવીન્દ્ર સિંહ ઉર્ફે રવિરાજસિંહ રણવીર સિંહ જાડેજા નામનો ઇસમ નાસી છૂટયો હતો.

ધ્રોલના પટેલ પાર્ક રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચામુંડા પ્લોટના સુગરસિંહ લખનસિંહ નીનોલિયા, ગોકુલ પાર્ક ના અરવિંદ લાલસીંગ અંશ, પડધરી ગીતા મંદિર પાસે રહેતો હકીમ મેવારામ કુસવાર , ધ્રોલના મુકેશ છોટેલાલ રજક, ગોકુલ પાર્ક 2 માં રહેતો દિનેશ સિંહ રતનલાલ બરસેના, રામબાબુ લખન લાલ બંધીલ, પડધરીના સૌરવ હરિ કિશન એકચકિયા નામના ઇસમોને સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 11300 અને ગંજી પત્તા સાથે દબોચી લીધા હતા.

આ ઉપરાંત ધુવાવ ગામ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ધુવાવ ગામ ના છગન ઉર્ફે હરીશ પુના સોલંકી, હસમુખ પરસોતમ સોનગરા, શાહ નવાજ અબ્દુલ બુખારી, દિનેશ સવજી પરમાર, ફારુંક જીગર ડોસાણી, અને ધુવાવની વૃંદાવન સોસાયટીમાં પરેશ ઉર્ફે પલીયો નરસિં પરમાર નામના શખ્સોને રોકડ રૂપિયા 22590 સાથે પકડી લીધા હતા.

વધુ એક દરોડામાં લાલપુરના દલતુંગી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી રંજનબા ઉમેદસિંહ જાડેજા, સવિતા મગન મારુ, વિલાસબા બહાદૂરસિંહ ચુડાસમા, તારાબા ચંદુભા જાડેજા, ને રોકડ રૂપિયા 1800 અને ગંજી પત્તા સાથે અટકાયત કરાઇ હતી.

આ ઉપરાંત લાલપુરમાં તીનપતીનો જુગાર રમતા બબજર ગામના બાબુ માલદે નંદાણીયા, સુલતાન ઈબ્રાહીમ ગામેતી, રાજ મહેન્દ્ર વાડોલીયા, ગજેરા ગામ ના રવિ હસમુખ સાપરિયા રામના ઇસમોને જુગાર રમતા રોકડા ૧૧૫૦૦ અને સાહિત્ય સાથે અટકાયત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS