રાજસ્થાન અને મહારાષ્ટ્રામાં પહેલી મેથી 18 થી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિન અપાશે નહીં : કારણ કોરોના વેક્સિનની અછત

  • April 29, 2021 01:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામેની જંગમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો પહેલી મેથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ રાજસ્થાનમાં એવું થઈ શકશે નહીં. રાજસ્થાનની રાજ્ય સરકારનું કહેવું છે કે, અહીં 15મી થી ૧૮થી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. વાસ્તવમાં રાજસ્થાન સરકારે આ નિર્ણય કોરોના વેક્સિનના સપ્લાયમાં મોડું થવાને કારણે કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પણ પહેલી મેથી 18થી વધુની ઉમરની વ્યક્તિને વેક્સિનેશન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 

 

 

રાજસ્થાન સરકારનું કહેવું છે કે, તેમણે સીરમ ઈન્સ્ટીટયૂટને સાડા ત્રણ કરોડ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો છે પરંતુ તે ક્યારે મળશે તે નિશ્ચિત થઇ શક્યું નથી. રાજસ્થાન સરકારનો આરોપ છે કે, કેન્દ્ર તરફથી તેને કોઈ વ્યક્તિનો સપ્લાય મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં પહેલી મેથી રાજ્યમાં 45 થી વધુ ઉંમરની લોકોનું વેક્સિનેશન થશે. અત્યારે આ શ્રેણીમાં લગભગ એક કરોડ લોકો વેક્સિનેશન લઈ શક્યા નથી. આથી રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, તેને કુલ સાત કરોડ વેક્સિનના ડોઝની જરૂરી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ને તેમને 3.75 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. એવામાં સપ્લાય 15 મેની આસપાસ આવી શકે છે. આથી એ સપ્લાય મળ્યા બાદ ૧૮ વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS