Video : રાજકોટમાં ભાજપ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને આમને, મતદાન મથકે ટેબલ-ખુરશી ઉછળી

  • February 21, 2021 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સવારના સાત કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરુ થયું હતું. પરંતુ બપોર થતાં આ શાંતિનો ભંગ થયો હતો. શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. ત્યારબાદ આ મતદાન મથકે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. 
 

આ બનાવની મળતી વિગતો અનુસાર રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં શાળા નંબર 47 ખાતે આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝગડો થયો હતો. જાણવા મળ્યાનુસાર મતદાન મથક બહાર ભાજપ અને આપની બેઠક વ્યવસ્થા નજીક નજીક હતી. તે સમયે આપના ઉમેદવારો અને કાર્યકર સફેદ રંગની ટોપી પહેરી હતી જે વાતનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હતી અને ખુરશીઓ ઉછળી હતી. આ ઘટનાની જાણ થતા  જ આ મતદાન મથક ખાતે BSF જવાનો ની ટુકડી ગોઠવામાં આવી હતી. 

 



 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS