ગીર સોમનાથ જિલ્લામાં ૧૮૧ હેલ્પલાઈન ૧૩૦૨૫ લાચાર મહિલાઓની વહારે દોડી

  • March 11, 2021 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાઓને ઘરેલું હિંસા સહીતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલા લક્ષી યોજનાઓ જાણકારી મળી રહે તે માટે ૧૮૧ હેલ્પ લાઇન સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને   દ્રારા સંકલિત રીતે રાજ્યમાં તા.૮ માર્ચ ર૦૧પ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ના રોજ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરવામાં આવી હતી.


ગીર સોમનાથ જીલ્લામાં છ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ૧૩,૦રપ કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ બચાવ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ છે. ર,૯ર૯ કરતા વધારે મહિલાઓને તાલીમ બદ્ધ કાઉન્સેલર દ્રારા ત્વરીત ઘટના સ્થળે પર જઇને પરામર્શ કરીને મદદ પહોંચાડી છે. કોરોના વૈશ્વિક મહામારીની સ્થિતીમાં લોક ડાઉન દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ સતત કાર્યરત રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે તેઓએ પોતાની કે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સેવા દ્રારા ઘટના સ્થળે પર જઇને સલાહ સૂચન, માર્ગદર્શન અને બચાવની સક્રીય કામગીરી કરી પીડિત મહિલાઓને સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી મુશ્કેલ સ્થિતિમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરી ઉમદા ફરજ બજાવેલ છે.


રાજ્યવ્યાપી વિસ્તાર બાદ માત્ર છ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ રાજ્યમાં ૮,રપ,૦૮૧ કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. ૧,૬૬,૩પ૯ કરતા વધારે મહિલાઓને તાલીમ બદ્ધ કાઉન્સેલર દ્રારા ત્વરિત ઘટના સ્થળે પર જઇને પરામર્શ કરીને મદદ પહોંચાડી છે. અને ૧,૧પ,૯૦૮ જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે તેમજ પ૦૪પ૧ જેટલી મહિલાઓને ગંભીર પ્રકારના સમસ્યા જણાતાં સ્થળ પર થી રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ, આશ્રય તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.


ગીર સોમનાથ જીલ્લામાં (વર્ષે ર૦ર૦) માં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન દ્રારા કરેલ કામગીરીમાં (૧) ૧૮૧ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે પર જઇને આપેલ મદદ - પ૩૩ (ર) આગેવાનો અને કુટુંબનાં સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનું સમાધાન -૩૩૯ (૩) મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને તેને વધુ મદદ માટે અન્ય સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા જેમ કે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, આશ્રય ગૃહ, ઓ.એસ.સી., ફેમિલી કુટુંબ સલાહ કેન્દ્ર વગેરે - ૧પ૬, (૪) અન્ય કેસ (પીડિતા સ્થળ પર ન હોય અથવા ત્યાંથી નીકળી ગયેલ હોય કે સંપર્ક ન થઇ શક્યો હોય તેવા - ૩૮ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS