જૂનાગઢ વોર્ડ નં.૮ની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવારનું ફોર્મ ૩ સંતાનોના કારણે રદ થયું

  • September 21, 2021 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૮ ના એનસીપીના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું નિધન થતાં ખાલી પડેલી એક બેઠક માટે આગામી તારીખ ત્રણ ઓક્ટોબરે મતદાન થવાનું છે ત્યારે ભાજપ કોંગ્રેસ એનસીપી ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતુંજોકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાજીદ ભાઈ હુસેનભાઇ હાલા નું ત્રણ સંતાનો હોય તેને પગલે ફોર્મ રદ થયું છે
જેને પગલે એક બેઠકની યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપમાંથી અશ્વિન પરી ગોસ્વામી, કોંગ્રેસમાંથી રજાકભાઈ હુસેનભાઇ હાલા તથા એનસીપીમાંથી મહેબુબભાઇ મહંમદ યાકુબ વિધા એમ ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે 


જોકે એક બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી ફક્ત ઓપચારિક જ હોય ભાજપને પહેલેથી જ સ્પષ્ટ બહુમતી મળી છે એનસીપીના કોર્પોરેટર નું નિધન થતાં એનસીપી આ બેઠક જાળવી રાખે છે કે અન્ય પક્ષ એક બેઠક મા કબજો જાળવશે તે   પાંચ ઓક્ટોબરના રોજ મત ગણતરીમાં જ ખ્યાલ આવશે. જોકે ચૂંટણીને લઇ આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS