કોરોનાકાળમાં આ સેલેબ્સે ખરીદી કરોડોની પ્રોપર્ટી

  • August 22, 2021 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરથી દેશના મોટાભાગના વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે, તેમાં પણ ખાસ કરીને એન્ટરટેઇનન્ટ ઈન્ડસ્ટ્રીના કેટલાકની તો આર્થિક પરિસ્થિતિ 
પણ નબળી પડી હતી તેવા સમયે ઈન્ડસ્ટ્રીઝના કેટલાક સેલેબ્સે ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદી હતી. લાંબા સમય સુધી સિનેમા બંધ રહેતા અનેક ફિલ્મ અટકી 
પડી છે, જેથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોથી લઈને ક્રૂ મેમ્બર્સને નવરા બેસી રહેવાનો વારો આવ્યો છે. જોકે, મંદી હોવા છતાં બોલિવૂડ બિગ સેલેબ્સને 
બહુ અસર થઈ નથી એ પણ એટલી જ હકીકત છે. આ સેલેબ્સે છેલ્લાં એક વર્ષમાં જે રીતે પ્રોપર્ટી ખરીદી છે, એ આ વાતનો પુરાવો છે. અમિતાભથી લઈને પ્રભાસ 
સુધી, કરીના કપૂરથી લઈને સની લિયોની સુધી અનેક કલાકારોએ કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. અંદાજે 31 સેલેબ્સે ગયા વર્ષે કાં તો લક્ઝુરિયસ ઘર કાં તો 
મોંઘીદાટ કાર ખરીદી છે. જેમાં કોરોનાકાળમાં રણવીર સિંહ, કરન જોહર, કાર્તિક આર્યન, સોનાક્ષી સિંહા, અર્જુન કપૂર, કરિના કપૂર સહિતના સ્ટાર્સે નવી પ્રોપર્ટી ખરીદી.

 

-અમિતાભ બચ્ચને સપ્ટેમ્બર, 2020માં વ્હાઇટ રંગની મર્સિડિઝ બેન્ઝ S ક્લાસ ખરીદી 
-અજયે મુંબઈના જુહૂ વિસ્તારમાં નવો બંગલો ખરીદ્યો
-અર્જુન કપૂરે એપ્રિલ, 2021માં લેન્ડ રોવર કાર ખરીદી
-સની લિયોનીએ માર્ચ, 2021માં મુંબઈમાં અંધેરીમાં અટલાન્ટિસમાં 12મા માળે 16 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો
-સંજય દત્તે ફેબ્રુઆરી, 2021માં પત્ની માન્યતાને ચાર અપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યા 
-આયુષ્માન ખુરાનાએ ભાઈ અપારશક્તિ સાથે મળીને જુલાઈ, 2020માં આ વર્ષે સેક્ટર 6, પંચકુલા, ચંદીગઢમાં પરિવાર માટે બંગલો ખરીદ્યો
-આલિયા ભટ્ટે નવેમ્બર, 2020માં મુંબઈના બાંદ્રામાં આવેલા વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં 2460 સ્કેવરફુટનું અપાર્ટમેન્ટ ખરીદ્યું 
-રીતિકે ઓક્ટોબર, 2020માં બે નવા અપાર્ટમેન્ટ ખરીદ્યા
-જાહન્વીએ ડિસેમ્બર, 2020માં જુહૂ વિલે પાર્લે સ્કીમની અરાયા બિલ્ડિંગમાં 39 કરોડમાં 3 અપાર્ટમેન્ટ ખરીદ્યા
-બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 7.12 કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું 
-બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 5.95 કરોડ કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું 
-જુલાઈ, 2021માં રણવીર સિંહે મર્સિડિઝ મેબેક GLS 600 ખરીદી હતી. આ કારની કિંમત 2.43 કરોડ રૂપિયા છે.
-માર્ચ, 2021માં શાહિદ કપૂરે BMWનું X7 મોડલ ખરીદ્યું હતું
-માર્ચ, 2021માં કરીના-સૈફે વ્હાઇટ રંગની મર્સિડિઝ AMG g 63 ખરીદી હતી
-સૈફ અલી ખાનની દીકરી તથા બોલિવૂડ એક્ટ્રેસ સારાએ માર્ચ, 2021માં મર્સિડિઝ G વેગન કાર ખરીદી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application