રાજ્યસભામાં ભાજપના બન્ને સાંસદ દિનેશ પ્રજાપતિ, રામભાઈ મોકરિયા થયા બિનહરીફ

  • February 23, 2021 03:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતને વધુ બે રાજ્યસભાનાં સાંસદ મળી ગયા છે. રાજ્યસભામાં ભાજપના બંન્ને સાંસદો બિનહરીફ જાહેર થયા હતા. દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાને બિનહરીફ જાહેર કરાયા હતા. બંન્નેને રાજ્યસભાની ચૂંટણી માટે વિજય બન્યાનું પ્રમાણપત્ર અપાયું હતુ. કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થયા હતા. તો ભાજપના બંને ડમી ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપના બંને ઉમેદવાર રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થતા રાજ્યસભાના સાંસદ બન્યા છે. 

18 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણીની ઉમેદવારી કરવાનો દિવસ હતો. જેમાં ભાજપના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર ન કરાતા  કોંગ્રેસ પોતાની હાર ભાળી હોય તેવી સ્થિતિ હતી. રાજ્યસભાની ચૂંટણી માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસ પાસે જીત માટે પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ નહોતું.. આથી કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS