સાતમ-આઠમ પર્વમાં જામનગર એસ.ટી. ડીવીઝન સજ્જ: કાલથી બુધવાર સુધી બંબાટ એક્સ્ટ્રા બસો દોડશે: આઠમના દિવસે ૫૮ બસો ફાળવાઈ

  • August 26, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમ-આઠમ પર્વમાં જામનગર એસ.ટી ડિવિઝન સજ્જ થઈ ગયું છે, આવતીકાલ તા.૨૭-૮ થી તા.૧-૯ બુધવાર સુધી ૧૯૪ એક્સ્ટ્રા બસો દોડાવાશે.

જામનગર ડિવિઝનના જામનગર જામ ખંભાળિયા દ્વારકા ધ્રોલ અને જામજોધપુર એસ.ટી. ડેપો પરથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં લઈને ખાસ જામનગર એસ. ટી. ડિવિઝન દ્વારા મુસાફરોને સુવિધા મળી રહે તેવા શુભ હેતુસર જુદા જુદા રૂટો પર તા. ૨૭ ઓગસ્ટથી તા. ૧ સપ્ટેમ્બર સુધી ૧૯૪ એક્સ્ટ્રા બસો દોડાવાશે.

જામનગર એસ. ટી. ડિવિઝન દ્વારા તા.૨૭-૮ ના રોજ ૧૫, તા.૨૮-૮ ના ૨૮ તા. ૨૯-૮ ના ૨૮ તા.૩૦-૮ ના ૫૮ તા.૩૧-૮ ના ૩૭ તથા તા.૧-૯ ના રોજ ૨૮ એક્સ્ટ્રા મળીને કુલ ૧૯૪ બસો આવન-જાવન કરશે, જેમાં જામનગર એસ.ટી. ડીવીઝન દ્વારા તા.૨૭ ઓગસ્ટે ૬ એક્સ્ટ્રા બસો, જામખંભાળીયાથી ૩, દ્વારકાથી ૨, ધ્રોલથી ૨, જામજોધપુરથી ૨ મળીને કુલ ૧૫ એક્સ્ટ્રા બસો દોડાવાશે.

તા.૨૮-૮ તથા ૨૯-૮ ના રોજ જામનગર થી ૧૦,જામખંભાળિયા થી ૬, દ્વારકા, ધ્રોલ, જામજોધપુર ડેપોથી ૪ એક્સ્ટ્રા શેડ્યુલ મળીને કુલ ૨૮ બસો દોડાવાશે.તા.૩૦-૮ ના રોજ  જામનગર થી ૧૭ જામખંભાળિયા થી ૯, દ્રારકાથી ૧૫ ધ્રોલથી ૯ થી જામજોધપુર થી ૮ શેડ્યુલ મળીને કુલ ૫૮ બસો રૂટ પર દોડાવાશે.

તા.૩૧-૮ ના રોજ જામનગર, દ્વારકાથી ૧૦, જામખંભાળિયા, ધ્રોલથી ૬, જામજોધપુર થી ૫ મળીને કુલ ૩૭ એક્સ્ટ્રા શેડ્યુલ ઉપર બસો આવન-જાવન કરશે 

તા.૧-૯ ના રોજ જામનગર થી ૭ જામખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર થી પાંચ-પાંચ દ્વારકા ૬ મળીને કુલ ૨૮ એક્સ્ટ્રા બસો દોડાવાશે.આ ૬ દિવસના સમયગાળામાં દ્રારકા,રાજકોટ,મોરબી, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમદાવાદ વગેરે રૂટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાતમ આઠમ પર્વના સમયગાળા દરમ્યાન ૫૦ થી વધુ મુસાફરો માટે કોઈપણ સ્થળે જવા માંગશે તો એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે તેમ વિભાગીય અધિકારી ડાંગરે આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS