ભારતે ઓવલમાં ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું

  • September 07, 2021 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ટીમ ઈન્ડિયાએ ઓવલના મેદાનમાં બાઝીગરની જેમ પલટવાર કરી ઇંગ્લેન્ડને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં.

ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS