હોટ સ્ટિંગ, ગોગરા અને દેપસાંગમાંથી ચીનની પીછે હટ નહીં કરવાની જીદ : કહ્યું જેટલું મળ્યું એટલામાં ખુશ રહે ભારત

  • April 19, 2021 01:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વર્ષે જૂનમાં એલએસી પર શરૂ થયેલ ભારત અને ચીનનો વિવાદ આજે પણ બંધ થયો નથી. વારંવાર ચીની તેની વાત બદલે છે અને નવી નવી મુશ્કેલીઓ ઉભી કરે છે. વાસ્તવમાં ડ્રેગન પૂર્વી લદાખમાં હોટ સ્પ્રિંગ, ગોગરા અને દેપસાંગ ક્ષેત્રોમાંથી સૈનિકોને પાછા બોલાવવાની મનાઈ કરી છે. એટલું જ નહીં અક્કડ બતાવતા ભારતને કહ્યું હતું કે, ભારતને જેટલું મળ્યું છે એટલામાં જ તેને ખુશ થવું જોઈએ.

 

 

ગત સપ્તાહે બંને દેશો વચ્ચે 11મી વખત સૈન્ય દ્વારા 13 કલાકની વાતચીત થઈ હતી. જેમાં ચીને આ વિસ્તારમાંથી પીછે હટ કરવાની પહેલા હા પાડી દીધી હતી અને પછી મનાઈ કરી દીધી હતી. ચીન સાથે વિવાદ સમાધાન સાધવામા સામેલ એક સૂત્રએ જણાવ્યું હતું કે, ચીને પહેલા હોટ સ્પ્રિંગ અને ગોગરામાં પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને પેટ્રોલિંગમાં17એ માથી સેનાને પાછળ હટાવવા બાબતે સહમતી જતાવી હતી. પરંતુ પછીથી તેના માટે મનાઈ કરી દીદી. તેનાથી ક્લીયર છે કે ચીન ઇચ્છે છે કે ભારતીય સેના હવે એલએસી પાસે પેટ્રોલિંગ પોઈંટ 15 અને 17એ ઉપર તેની નવી સ્થિતિને સ્વીકારે. ઉપરાંત આ વિસ્તારમાં એપ્રિલ 2020 થી પહેલાની સ્થિતિ ઉપર પણ ચીને જવાની મનાઈ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021