ભારતની સ્થિતિ ચિંતાજનક પરંતુ નથી લીધી અમારી પાસેથી મદદ : પાકિસ્તાન

  • May 07, 2021 01:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના કારણે સ્થિતિ અત્યંત દયનીય બની રહી છે, ત્યારે પાકિસ્તાન દ્વારા ચિંતા જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાને આ બાબતને લઈને નિરાશા વ્યક્ત કરી છે કે, ભારતમાં એટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ ભારત દ્વારા પાકિસ્તાન પાસેથી મદદ લેવામાં આવી રહી નથી.

 

 

કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતે અમેરિકા, સાઉદી અરબ, યુએઈ, ભૂટાન સહિતના અનેક દેશો પાસેથી મદદ સ્વીકારી છે. લદાખમાં ઘર્ષણ થવા છતાં પણ ભારતે ચીન પાસેથી મદદ લીધી છે પરંતુ પાકિસ્તાન પાસેથી ભારતે મદદ લીધી નથી. પાકિસ્તાને સોમવારે એક વૈશ્વિક સ્તર ઉપર કોરોનાને કંટ્રોલ કરવા માટે જરૂર હોવાની વાત કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, કોરોના મહામારીમાં પાકિસ્તાને ભારતની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે પરંતુ ભારતે કોઈ જવાબ આપ્યો નથી. રિપોર્ટ અનુસાર ભારત સરકાર હાલમાં પાકિસ્તાનની મદદ સ્વીકારવા માટે તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્ર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને રેડક્રોસ આંતરરાષ્ટ્રીય સમિતિની મિટિંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતને મદદ કરવાની વાત કરી હતી અને વિશ્વમાં કોરોના મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS