વૈષ્ણોદેવી યાત્રા થઈ શરૂ : નિયમો છે કડક

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મા વૈષ્ણોદેવીની પાવન યાત્રા રવિવારથી શરૂ થઈ ગઈ છે. જો તમે આ યાત્રાએ જવાનુંવિચારી રહ્યા હોય તો આ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિત મા વૈષ્ણવીના ધામમાં દર્શન માટે દર વર્ષે હજારો ભક્તો દુર દુરથી પહોંચે છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી હતી. બંધ કરાયેલ યાત્રા રવિવારથી શરૂ કરીને ભક્તો માટે ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નિયમોના પાલન કરનાર ભક્તોને જ યાત્રા માટે મંજૂરી આપવામાં આવશે.

 

કોરોના સંક્રમણથી બચાવ માટે જાહેર કરવામાં આવ્યું છે કે દિવસના માત્ર 5000 ભક્તોને જ યાત્રા માટે પરમિશન આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરના 4500 યાત્રીઓ અને બીજા રાજ્યોના માત્ર 500 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે.  નિશ્ચિત કરેલા સમયમાં ભક્તોએ પરત ફરવું પડશે. કોઇ પણ ભક્ત વૈષ્ણોદેવી ભવનમાં રોકાઈ શકશે નહીં.

 

ગર્ભવતિ મહિલા, 10 વર્ષથીનાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધને આ વર્ષે વૈષ્ણદેવી યાત્રા માટે મંજૂરી મળી શકશે નહીં. સંપુર્ણ યાત્રા દરમિયાન ભક્તોએ માસ્ક પહેરી ફરજિયાત છે અને  સોશિયલ ડિસ્ટન્ટના નિયમોનું પાલન કરવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS