કોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત

  • April 18, 2021 09:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેસન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજના હતી. પરીક્ષાની નવી તારીખોની જાહેરાત પરીક્ષાના 15 દિવસ પહેલા કરવામાં આવશે.

 

 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનટીએને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષાની નવી તારીખો પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ એપ્રીલમાં પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું તે નવી તારીખો  આધિકારિક વેબસાઇટ ઉપર ચેક કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS