જાહ્નવી કપૂરે ફિલ્મના પ્રમોશન માટે ખરીદ્યો આટલો મોંઘો ડ્રેસ, જુઓ ફોટો

  • February 26, 2021 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ રૂહીના પ્રમોશન માટે વ્યસ્ત છે. જાહ્નવીએ ફિલ્મના પ્રમોશન માટે નિયોન કલરનો ડ્રેસ પહેર્યો હતો. જાહ્નવી આ ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

જાન્હવી તેની આકર્ષક ડ્રેસિંગ સ્ટાઇલ માટે સોશ્યલ મીડિયા પર લોકપ્રિય છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટામાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે. જો તમે પણ ડેટ પર જવાનું વિચારી રહ્યા છો, તો તમે જાહ્નવી કપૂર પાસેથી ફેશન ઇન્સ્પિરેશન લઈ શકો છો.

 

અભિનેત્રીએ રૂહી ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્ટ્રેપલેસ મીની ડ્રેસ પહેર્યો હતો. આ મીની ડ્રેસને પાછળની બાજુથી કોસેર્ટ સ્ટાઈલ, સ્વીપ ગાઉન લુક આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જાહ્નવીએ નો મેક અપ લુક કર્યો અને વાળને વેવી લુક આપ્યો. અભિનેત્રીએ સ્ટેટમેન્ટ એરિંગ્સથી પોતાના લુકને કમ્પ્લીટ બનાવ્યું છે.

અભિનેત્રીએ લક્ઝરી બ્રાન્ડ એલેક્સ પેરીનો ડિઝાઇન આઉટફિટ પહેર્યો છે, જેની કિંમત 2,75,232 રૂપિયા છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર ફિલ્મ રૂહીમાં રાજકુમાર રાવ અને વરૂણ શર્મા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થવાની છે. આ સિવાય અભિનેત્રી 'દોસ્તાના -2', 'ગુડલક જેરી' અને 'તખ્ત'માં જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS