જામનગરમાં યુઘ્ધ સમયના કડક કર્ફયૂની તાતી જરુરીયાત

  • May 01, 2021 01:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ દ્વારા માંગવામાં આવેલા લોકોના અભિપ્રાયમાં દશર્વિવામાં આવી વાસ્તવિકતા: શહેર-જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હોય અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ પગલું લેવું જરુરી

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ ભયંકર સ્વપ ધારણ કર્યું છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી આવતા પોઝીટીવ દર્દીઓના સારવાર દરમ્યાન ટપોટપ મોત નિપજી રહ્યા છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોની ચહલપહલ અવિરત જારી રહેવા પામી છે, માટે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જામનગર શહેરના લોકો પાસેથી મંગાવવામાં આવેલા મંતવ્યોમાં મોટાભાગના લોકોએ સંપૂર્ણ લોકડાઉન નહીં, પણ કર્ફયુ જેવી કડક અમલવારી કરવામાં આવે તે જરી હોવાનું જણાવ્યું છે. સંપૂર્ણ લોકડાઉન અંગે જનતા શું કહે છે કે, એ જાણો નીચે મુજબ

નાલબંદ મ.ઈ.મો. 98248 96520
સરકારનો આભાર માનું છું, કોરોના અંતગર્ત અભ્યાસ કરતો થઇ ગયો છુ, દૈનિક જીવનમાં અનુશાસનાત્ક જીવન જીવતાં શીખી ગયો છું, જેવું તેવું ન ખાવું, જેનું તેનું ન ખાવું,જેમ તેમ ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, ઘરથી બહાર નીકળું તો માસ્ક રુમાલ,પાકીટ,ચાવી મોબાઇલ તુરંત જ સ્મરણ થાય છે અને દૈનિક ા. 1000 નો દંડ નહીં ભરી બચત કરું છું, આમ મહિને  ત્રીસ હજાર બચત કરું છું રાત્રે ઉજાગળા નહીં ને વહેલું ઉઠવાની સુટેવ પડી ગઈ છે તે નફામાં !! ખોટા ખચર્િ નહીં , ગીલાગીબત નહીં આથિક, માનસીક ભૌગોલિક શાબ્દિક (ઘરેલુ !!) સહન કરી કરીને હેલ્થલી ઇમ્યુનીટી વધી ગઈ છે તે નફામાં અને કાયેનાતની માલીકની સ્મૃતિ વઘી ગઈ છે રગેરગમાં કોરોના કાળ પહેલાની ઉણપ ખામી,મુખેતા સુધારવાની તક મળી છે આજે હે માનવ માણી લે આ જીંદગી ખુશ લહેરથી પછી આ જીંદગી જોવા મળે ન મળે.

જયેન્દ્ર કારીયા-એરફોર્સ સ્કૂલ મો. 98253 14153
આપણા દેશના વડાપ્રધાને ગયા વર્ષે માર્ચ મહિનામાં જણાવ્યા મુજબ કોરોનાની ચેઈન ને તોડવા માટે લોકડાઉન એ એક માત્ર વિકલ્પ છે. યુરોપિયન દેશો જેવા કે બ્રિટન, ફ્રાન્સ, સ્પેન વગેરે દેશો કે જ્યાં ભારત કરતા મેડિકલ ક્ષેત્રે અનેક ગણી સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે છતાં પણ આ દેશોએ કોરોનની બીજી લહેર થી લોકોને બચાવવા ફેબ્રઆરીથી જ લોકડાઉન લગાવી દીધું હતું, કેમકે ત્યાંના પ્રશાશનને ખબર હતી કે કોરોનાની ચેઈન તોડવા માટે અને લોકોના જીવ બચાવવા માટે લોકડાઉન એ એકમાત્ર અને સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે. અને તેનું સારામાં સાં રિઝલ્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે ત્યાંના લોકોને માસ્ક પહેરવા માથી પણ ધીમે ધીમે છુટ મળતી જાઈ છે. જેથી આવા વિકસિત દેશો પાસેથી શીખ મેળવી અને આપણે પણ આપના દેશની, આપણા રાજ્યની જનતાના જીવનને બચાવવું જોઈએ, જે આપણા સ્થાનિક પ્રશાસનની પહેલી જવાબદારી છે. માટે જામનગર અને સમગ્ર ગુજરાત માં તાત્કાલિક યુધ્ધના ધોરણે મીનીમમ 15 દિવસ નું લોકડાઉન લગાવવાની ખાસ જર છે.

જિગરભાઈ રાવલ મો. 96873 62436
લોક ડાઉન કોઈ વિકલ્પ નથી સંક્રમણ કાબૂમાં લેવા માટે ટેસ્ટનો વ્યાપ વધારવો જોઈએ અને પોઝિટિવ દર્દીઓ ને હોસ્પિટલ માં સારવાર આપવી જોઈએ અથવા આઈસોલેટ માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ 7 દિવસ રાખીને ત્યાં જરી સારવાર આપવી જોઈએ, આરોગ્ય કેન્દ્ર માં ટેસ્ટ થાય છે પણ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ ની સલાહ આપે છે અને લોકો કાળજી લેતા નથી માટે આરોગ્ય કેન્દ્ર પરથી જ સરકાર દ્વારા ઉભુ કરવામાં આવેલ આઈસોલેશન સેન્ટરમાં મોકલવા જોઈએ, તદ્દઉપરાંત હાલ જે બેડ ઇન્જેક્શન અને ઓક્સિજનની જરિયાત ઉપર ધ્યાન આપવું જોઈએ, લોકડાઉન કોઈ વિકલ્પ નથી તેમનાથી નાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો જે રોજીંદુ કમાઈ ખાઈને રોજીંદા ખર્ચને માંડ કરી પોચી વળતા હશે તેની હાલત કાફોડી બનશે. ફક્ત કોરોના મહામારીને ધ્યાને ના રાખવું જોઈએ દરેક ક્ષેત્રે વિચારવું જોઈએ.

ધનસુખ ભેંસદડીયા મો.9979198808
જામનગરમાં દવા અને દૂધ સાથે 3 દિવસ લોકડાઉન બાદ 1 દિવસ માત્ર ચાલી ને જ જવાનું સ્કૂટર કે કાર નો ઉપયોગી સદંતર બંધ માત્ર હોસ્પિટલનું કાર્ડ કે કોઈ મોબાઈલ માં રિપોર્ટ હોઈ તો જ જવાનું ત્યારબાદ 2 દિવસ બપોરના 11 થી 1 સુધી શાકભાજી ની દુકાન ચાલુ બીજું બધું બંધ આમ 1 અઠવાડિયાનું લોકડાઉન રાખવું જરી જણાય તો 10 દિવસ કે 15 દિવસ રાખી શકાય.

તેજસ જાની મો. 8530830077
જામનગરમાં લોકડાઉન જરી છે પણ સામાન્ય વ્યકિત ની સમસ્યા જોવી પડે એટલે સવારે ખાલી પ્રોવિઝન, મીલ જેવી દુકાન બપોરે 1 વાગે સુધી બપોર પછી પાન, હેર સલુન્સની દુકાન ખુલ્લા રાખવા જોઈએ. જામનગરની બધી ઓફિસ ફક્ત સવારે 50% સ્ટાફ સાથે અને ઓફીસ અને કારખાનામાં પણ વીક એન્ડ બંધ રાખવામાં આવે. સોમ થી ગુ 50% કારખાનામાં મજુર સાથે ખુલ્લા રાખી શકે. લોકડાઉન કરવાથી માણસો બહાર નહી નીકળે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી  ડોકટર, નર્સિંગ સ્ટાફ પણ ભારે મહેનત કરી રહ્યા છે સીટી પોલીસ અધિકારીઓ દ્વારા પણ ભારે મેહનત કરી રહ્યા છે ત્યારે આ કોરોનાકાળ મહામારીમાં  માણસો પોતાનું સ્વેચ્છા બિનજરી બહાર ના નિકળી સરકારની મદદ કરો, આજુબાજુના જયિાતમંદોને મદદ કરવી જોઇએ.

વિનોદભાઈ એસ. કોરિયા મો. 88590 48234
રાત્રી કરફ્યુ થી કંઈજ થવાનુ નથી, આજથી એક વર્ષ પહેલાં આખા ગુજરાતમાં ખાલી 500 કેસ હતા તોપણ લોકડાઉન હતું અને આજની તારીખમાં રોજના 10 હજાર કેસ આવે છે આખા ગુજરાતમાં તો લોકડાઉન કેમ નહીં, લોકડાઉન થવું જોઇએ કોરોનાની ચેઈન તોડવા માટે ઓછામાં ઓછુ 15 દિવસ લોકડાઉનની જર છે હોસ્પીટલોમાં પુરતી્ જગ્યા નથી્ સ્મશાનમાં લાઈનો છે, બેડ વધારવાથી સંક્રમણ ઓછો નઈ થાય કે મોત ઓછા થવા ના નથી એકજ ઉપાય લોકડાઉન...

કીશોર ગોપાલભાઈ ભાનુશાલી મો.78788 48404
ગુજરાત સરકારના લોકડાઉનનો નિયમ લગાવ્યો છે તે લોકડાઉનથી કાંઈજ ફેર નથી પડવાનો આપણે સંપુર્ણ લોકડાઉન કરવાની જર છે આપણે નાના માણસના ધંધા રોજગાર માટે સંપૂર્ણ લોકડાઉન નથી કરતા તો ભાઈ નાના માણસો જે પથારા કરે છે નાની નાની દુકાનો જેમકે ચા-પાન નાસ્તો કાપડ કટલેરી વગેરે આ બધા કોઈ મોટા બીઝનેસ મેન નથી   નાના માણસ ના ધંધા રોજગાર તો બંધ છે તો ક્યા નાના માણસનું વિચાર કરીને ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન નથી ્કરતા અત્યારે જે લોકોના ધંધા બંધ છે તે બધા લોકો ઘરમાં જ  રહેશે એની શું ખાત્રી ? આ બધા માંથી ખાલી 50%્ લોકો કામ વગર ફરશે તો સંક્રમણ ્વથવાની્ સકયતા વધી્ જશે કોરોનાની ચેઈન તોડવા સંપૂર્ણ લોકડાઉનની જર છે.

ધર્મેન્દ્ર અશોકભાઈ  શેખા-એડવોકેટ મો. 99242 91785
મારા મતે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અઠવાડિક કે 14 દિવસના લોકડાઉનની આવશ્યકતા ખુબજ જરી છે, હાલની પરિસ્થિતિ જોઈએ તો, હાલમાં લોકોના કોરોનાથી જે મૃત્યુનું પ્રમાણ ઊંચુ ગયું છે, તે ખૂબજ ચિંતાજનક બાબત છે, લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળી રહ્યું, બેડ નથી મળી રહ્યા, સમશાનમાં પણ  જોવા મળી રહ્યું છે, આ પરિસ્થિતિ જોતાં લોકોના જીવન માટે લોકડાઉન જરી છે, સ્વેચ્છીક લોકડાઉનથી મોટા પ્રમાણમાં સાં પરિણામ મળશે કહી ન શકાય કારણ કે, સ્વૈચ્છીક લોકડાઉનમાં ઘણી વાર ટાઈમિંગ  નક્કી કરવામાં આવે છે તેના કારણે લોકો ત્યાં વધુ ભીડમાં જોવા મળી રહ્યા છે, તેવી જ રીતે રાત્રિ કરફ્યુનો ટાઈમ 8 થી 6 વાગ્યા નો હોવાથી 7:30 થી 8 ના સમયગાળા દરમ્યાન આપણે ઠેર ઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્ય છે આવામાં કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ હોય તો તે બીજાને ફેલાવી શકે છે, અને આવી ભીંડોમાં કઈ વ્યકિત કોરોના પોઝીટીવ છે કઈ વ્યકિત નેગેટિવ તે કહી શકવું શક્ય નથી, માટે અઠવાડિક લોકડાઉન, કરી (જે પરિણામ મળે) પરિસ્થિતિનું નિરીક્ષણ કરી આગળ ના પગલાં સરકારે હાથ ધરવા જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS