જેતપુર તાલુકામાં ૧૨, કસ્તુરબાધામ-ત્રંબામાં એક-એક સસ્તા અનાજના વેપારીને ત્યાં દરોડા

  • March 09, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકામાં અલગ-અલગ જગ્યાએ અને કસ્તુરબાધામ તથા ત્રંબા માં એક એક જગ્યાએ પુરવઠા તંત્ર દ્વારા ચેકિંગના સપાટો બોલાવવામાં આવ્યો છે જેતપુર શહેરમાં ગોપાલ વાડી રોડ પર હિતેશ જગદીશભાઈ ત્રિવેદી નવાગઢમાં આજે યાહયાભાઈ ગફારભાઈ ફૂલવાડી રામજી મંદીર રોડ પર નિતીન સવજીભાઈ નાગર નવાગઢમાં વિજયગીરી ગોસાઈ જેતપુર ખાતે ગુજરાતી ની વાડી નજીક સુખદેવભાઈ જોશી જેતપુર તાલુકાના અકાળા ગામે સુરેશભાઈ મનસુખભાઇ જોષી જેતલસરમા યોગેશભાઈ મૂળશંકર મહેતા વીરપુરમાં વિજયભાઈ બાવનજીભાઇ વઘાસીયા બંસરી બેન ગૌરવભાઈ ગાજીપરા દેવકીગાલોળમાં તુલજાશંકર જાની દેરડી માં જગજીવન ગોબરભાઇ ગોંડલીયા અને આરબટીંબડી માં દિલીપભાઈ ચંદુભાઈ ભાયાણી નામના સસ્તા અનાજના વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કરી દેવાયું છે.


આ ઉપરાંત રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે કિશોર ભાઈ બારોટ અને ત્રંબામાં મનીષ નટવરલાલ જોબનપુત્રા નામના વેપારીને ત્યાં પણ ચેકિંગ શરૂ કરી દેવાયું છે.
ફિંગર પ્રિન્ટ વેચીને રેશનીંગનુ અનાજ ઓળવી જવાના કૌભાંડના અનુસંધાને આજથી પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેર અને જિલ્લામાં સસ્તા અનાજના ૨૫ વેપારીઓના લાયસન્સ તારીખ ૮ જાન્યુઆરી ના રોજ પોલીસ રિપોર્ટના આધારે સસ્પેન્ડ કરાયા હતા અને આ સમગ્ર પ્રકરણમાં જે તે વેપારીની દુકાને નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું પરંતુ ચૂંટણીના બહાના હેઠળ આ તપાસ બંધ કરી દેવાયા બાદ ચૂંટણી પૂરી થતાં જ હવે ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. 


જિલ્લા પુરવઠા અધિકારીની સુચના મુજબ પુરવઠા ઇન્સ્પેક્ટરો મામલતદારો તલાટીઓ વગેરેને મેદાનમાં ઉતારીને દરેક વેપારીને ત્યાં ગ્રાહકોના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી માં મુકેશ જેંતીલાલ જોબનપુત્રા લક્ષ્મી સોસાયટી માં લાખા ભાઈ ખીમાભાઈ બગડા ગાંધી સ્મૃતિ સોસાયટી માં મોનાબેન મનોજકુમાર, પ્રજાપતિ નગરમાં પ્રભુદાસ ધનજી કારીયા પરસાણા નગર માં રાફુસા દિનાબેન સુરેશભાઈ, હનુમાન મઢી નજીક હસમુખ નાનજીભાઈ રાણા નાલંદા સોસાયટી માં એન.ટી. તુરખીયા, રૈયા રોડ પરના ગુલાબ નગર માં એન.એમ.ભારમલ, ઢેબર કોલોની માં ઢેબર કોલોની પ્રગતિ મંડળ ખોડીયાર સોસાયટી માં શોભનાબેન શૈલેષભાઈ પીપળીયા બાબરિયા કોલોનીમાં રમીલાબેન હસમુખભાઈ ઝાલાવાડીયાની દુકાનમાં તપાસ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS