જૂનાગઢ જેલ ગુનેગારો માટે જેલ છે કે મહેલ !: વધુ ૮ મોબાઈલ ફોન મળ્યા

  • March 04, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો અવિરત હોય જેલ છે કે મહેલ તેની સામે જ પ્રશ્નાર્થ ઊભો થયો છે. અમદાવાદ ઝડતી સ્કાવોડના  જેલર અધિક મહાનિર્દેશક એ કરેલ ચેકિંગમાં પાણીના સ્ટેન્ડ નીચે જમીનમાં દાટેલા ચાલુ હાલતમાં ત્રણ એન્ડ્રોઇડ તથા પાંચ સાદા મોબાઈલ મળી કુલ ૮ મોબાઇલ  તથા બે સીમકાર્ડ મળતા અજાણ્યા  કેદીઓ એ સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ અંગે એ ડીવીઝન પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ઝડતી સ્કોડ ના જેલર અધિક મહાનિર્દેશક દેવશીભાઇ કરંગીયા એ બપોરે તલાશી લેતા ટાંકીના સ્ટેન્ડ નીચે જમીનમાં ખાડો કરી દાટેલા ચાલુ હાલતમાં ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ અને પાંચ સાદા મોબાઈલ તથા બે સીમકાર્ડ મળી કુલ બે હજારની મતા કબજે કરી હતી.  ચાલુ હાલતમાં મળેલ મોબાઈલો અંગે જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો મોબાઈલ ના ઉપયોગ કરનાર ઉપરાંત ક્યાંથી આવ્યો કેટલા સમયથી હતો તે તમામ નો ભેદ ખુલી શકે અગાઉ પણ અવારનવાર જેલમાં મોબાઈલ ઉપરાંત વિવિધ પ્રતિબંધિત વસ્તુઓ પણ મળતી હોય છે જેથી ગયેલ છે કે મહેલ તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS