પુત્ર તૈમૂર સાથે ફરવા નીકળી કરીના કપૂર ખાન

  • February 20, 2021 09:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના પરિવારમાં નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. કરીનાની ડિલિવરીને લઈને તમામ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ અહેવાલોની વચ્ચે કરીના પુત્ર તૈમૂર સાથે તેના બાંદ્રા નિવાસમાં ફરતી જોવા મળી હતી. સૈફ અલી ખાન પણ ત્યાં હાજર હતો. કરીનાના ઘરની આ તસવીરો સામે આવ્યા બાદ હોસ્પિટલમાં તેના જવાના સમાચારોએ સંપૂર્ણ રીતે વિરામ લઇ લીધો છે. 

કરીનાની ડ્યુ ડેટ 15 ફેબ્રુઆરી હતી, જે તેના પિતા રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ત્યારથી ચાહકો ખુશખબરના સમાચારની રાહ જોઇ રહ્યા છે. વાયરલ થયેલી તસવીરોમાં કરીના લૂઝ ગાઉન  પહેરીને જોઇ શકાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કરીના અને સૈફે ગર્ભાવસ્થાની ઘોષણા કરી હતી. બંનેએ સમાચાર જારી કરીને ગોપનીયતાની વિનંતી પણ કરી હતી. 

ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન કરીના ખૂબ જ સક્રિય હતી. તે શારિરીક રીતે પણ સક્રિય છે અને ફરતી જોવા મળે છે. કરીના સોશિયલ મીડિયામાં પણ સક્રિય છે. સતત ગર્ભાવસ્થાના અપડેટ્સ પણ આપતી રહે છે. 

જ્યારે કેટલાક મીડિયા અહેવાલો કરીનાને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે અટકળો કરી રહ્યા હતા ત્યારે કરીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપડેટ કરી રહી હતી. કરીનાએ દિયા મિર્ઝા અને વૈભવ રેખીને લગ્નની શુભેચ્છા પાઠવી હતી અને કેટલીક પ્રોડક્ટ્સ માટેની જાહેરાતો પણ પોસ્ટ કરી હતી. કરીના બીજી વખત માતા બનશે, જ્યારે સૈફ ચોથી વખત પિતા બનશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS