ખંભાળિયાની યુવતીને ગાંધીધામ રહેતા સાસરિયાઓ દ્વારા સિતમ

  • July 20, 2021 11:18 AM 

    ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ધોરીવાવ સ્કૂલ સામે રહેતી અને હરિસિંહ પ્રેમસિંહ જાડેજાની 27 વર્ષીય પુત્રી મનીષાબા કલ્પેશસિંહ ઉર્ફે કપિલસિંહ રાઠોડ નામની પરિણીત યુવતીને તેણીના લગ્ન દરમિયાન કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે મારુતિ નગરમાં રહેતા પતિ કલ્પેશસિંહ ઉર્ફે કપિલસિંહ રસુભા રાઠોડ, સસરા રસુભા બાબુભા, સાસુ અનસુયાબા, જેઠ સચિન્દ્રસિંહ, જેઠાણી સાલુબા, જેઠ રોહિતસિંહ અને જેઠાણી નિશાબા નામના કુલ સાત સાસરિયાઓ દ્વારા અવાર નવાર મેણા ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કરી, ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, ફરિયાદીની છ વર્ષની પુત્રીને સાસરિયાઓએ પોતાની પાસે રાખીને મનીષાબાને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુક્યાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS