કિશ્વર મર્ચન્ટે આપ્યા ગૂડ ન્યુઝ, સુયશ સાથે ફોટો શેર કરી આપી જાણકારી

  • March 04, 2021 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસના ખેલાડીઓ સુયશ રાય અને કિશ્વર મર્ચેન્ટ ટૂંક સમયમાં માતાપિતા બનવા જઇ રહ્યા છે બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના પહેલા સંતાનની ખુશી આપી છે  કિશ્વરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. આ કારણે તેના ચાહકોમાં પણ ખુબ જ ઉત્સાહ છે. 

થોડા સમય માટે એવા સમાચાર સામે આવ્યા હતા કે કિશ્વર જલ્દીથી માતા બની શકે છે. જો કે તે જલ્દી માતા બનશે તેની પુષ્ઠી તેમણે ખુદ કરી છે. કિશ્વરે માત્ર તેના બેબી બમ્પનાં જ ફોટો શેરનથી કર્યા તેમણે ડિલિવરીની તારીખ પણ જાહેર કરી દીધી છે. કિશ્વર મર્ચન્ટે દરિયા કિનારે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું છે
 

કિશ્વરે ફોટો શેર કર્યો અને લખ્યું, 'હવે તમે પૂછવાનું બંધ કરો કે તમે લોકો ક્યારે સંતાન કરશો. ટૂંક સમયમાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2021lમાં સુકિશનું બાળક' એક ફોટોમાં સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ દેખાઈ રહ્યા છે. કિશ્વર ઉભી છે અને સુયશ ઘૂંટણ પર બેઠો છે અને રેતી પર ઓગસ્ટ 2021 પર લખેલું છે. આ સિવાય, બેબી બૂટની જોડી પણ રાખવામાં આવી છે.

સુયશે પણ આ જ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે અને તેણે લખ્યું છે કે, 'હું બાળકનો પિતા બનવા જઈ રહ્યો છું.' તેણે એક ઇમોજી પણ શેર કર્યો છે. બંને 'પ્યાર કી યે એક કહાની' ના સેટ પર મળ્યા હતા જ્યાં સુયેશ તેના મિત્રોને મળવા જતો હતો. ત્યારબાદ તેની મુલાકાત કિશ્વર મર્ચન્ટ સાથે થઈ હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંનેએ 16 ડિસેમ્બર 2016ના રોજ લગ્ન કરી લીધા હતા. બંને બિગ બોસમાં હતાં તેઓ બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS