શહેરના ચાંદી બજાર ચોકમાં યુવાન પર છરીબાજી

  • August 02, 2021 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શંકરટેકરીના શખસે જૂની અદાવતમાં છરી હૂલાવી: ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાયો

જામનગરના ચાંદી બજાર જેવા ભરચક વિસ્તારમાં શનિવારે સાંજે છરીબાજીની ઘટનાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક યુવાન પર જૂની અદાવતના કારણે અન્ય એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી દેવાયો હતો. જેથી તેને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલાખોર આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસે તેની શોધખોળ ચલાવી રહી છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો તેજપાલસિંહ રણજીતસિંહ જેઠવા નામનો 30 વર્ષનો યુવાન શનિવારે સાંજે ચાંદી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન જૂની અદાવતનું મનદુખ રાખી ને યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા નામના એક શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કરી દેતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને ચાંદી બજાર વિસ્તારમાં દોડધામ થઇ હતી. ઉપરોક્ત ઇજાગ્રસ્ત યુવાનને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS