કોડીનારના પત્રકારોને કોરોના વોરિયર્સ તરીકે વેક્સિન અપાઇ

  • March 06, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું વેકસીનેશન શિસ્તબદ્ધ રીતે અવિરત ચાલી રહ્યું છે.હાલ વેકસીનેશન નો બીજો તબક્કો ચાલી રહ્યો છે.ત્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે.તો સાથો સાથ કોરોનાં વોરિયર્સ એવા પત્રકારોને પણ વેકસીન આપવામાં આવશે. આ મુજબની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળતા કોડીનારનાં પત્રકાર રોહિતસિંહ બારડએ કોરોનાં વેકસીન લઈ દાખલો બેસાડ્યો છે. રોહિતસિંહ બારડ વીટીવીના જિલ્લા સંવાદદાતા છે.

કોડીનાર ખાતે કોરોનાની વેકસીન લઈ તેઓ જિલ્લાનાં પ્રથમ વેકસીન લેનાર પત્રકાર બન્યા છે. કોડીનાર શહેરમાં વિરાટનગર ખાતે આવેલા વેકસીનેશન સેન્ટર ખાતે આજ સુધીમાં ૨૦૦ જેટલા નાગરિકોને વેકસીન આપવામાં આવી છે.કોડીનાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પઢીયારના માર્ગદર્શન તળે  વેકસીનેટર તરીકે રમીલાબેન વાળા, પ્રજ્ઞાબેન ડોડીયા,હેતલબેન ગોહિલ,ધર્મિષ્ઠાબેન પરમાર ફરજ બજાવે છે તો ડો.જીતેન્દ્રભાઈ કામળિયા અને ડો. શિલ્પાબેન ગોહિલ સતત વેકસીન લેનાર નાગરિકોનું મોનીટરીંગ કરી રહ્યા છે.સાથે પીયૂષભાઈ ચંડેરા અને તેજસભાઈ લાલાણી રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા સંભાળી રહ્યા છે.કોડીનાર શહેરમાં જ્યારથી કોરોનાનું વેકસીનેશન શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને વેકસીનની કોઈ ગંભીર આડ અસર જોવા મળી નથી.આરોગ્ય વિભાગ દ્વારા દરેક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પોતાનો વારો આવે ત્યારે દરેક વ્યક્તિ વેકસીન અચૂક લે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS