જી.જી. કોવીડ હોસ્પિટલ ખાતે એસ.પી., એસડીએમ, એએસપી સહિતના કાફલા દ્વારા નિરીક્ષણ

  • April 28, 2021 01:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જી.જી. હોસ્પિટલના કોવીડ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા ના હોય તેવા અસામાજિક તત્વો દ્વારા દલાલી કરવામાં આવી રહી છે, તેમજ ડોકટરોને દબાવવામાં આવે છે, એવી વિગતો જાણમાં આવતા તંત્ર દ્વારા કડક પગલા લેવાની કાર્યવાહી માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા અને જિલ્લા કલેકટર દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક પગલાની ચેતવણી આપ્યા બાદ શનિવારે સાંજે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રન, એસડીએમ આસ્થા ડાંગર, એએસપી પાંડે, સીટી બી પીઆઇ ભોયે સહિતનો કાફલો કોવીડ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેતવણી અનુસંધાને  હોસ્પિટલ અને આજુબાજુ પટાંગણમાં જાત નિરીક્ષણ કરી ચચર્િ વિચારણા કરવામાં આવી હતી, ઉપરાંત સીટી એ ડીવીઝન વિસ્તારમાં શનિવારે સાંજે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલીંગ જુદા જુદા વિસ્તારોમાં કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application