કોરોનાષ્ટમી: માસ્ક અને પીપીઈ કીટ પહેરી કાનો છવાયો માર્કેટમાં

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના ખતરા વચ્ચે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે લોકો થનગની રહ્યાંછે. લોકમેળા અને ઉત્સવો બંધ છે પરંતુ કાનાના જન્મદિવસને ખાસ બનાવવાનું બંધ નથી. લોકોને જાગૃત કરવા આ વર્ષે કાનુડાની મૂર્તિ પીપીઈ કિટ પહેરી તો ક્યાંય કોરોના કેપ પહેરેલી અને કોઈ મૂર્તિ તો માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. જાણે બાળગોપાલ આપણી ઘરે તો આવશે પરંતુ માસ્ક પહેરીને સાવધાની રાખશે એવું લાગી રહ્યું છે. કૃષ્ણનો શણગાર હંમેશા મનમોહક હોય છે, પરંતુ આ વખતે કાનો આભુષણની સાથે માસ્ક અને પીપીઈ સુટ પહેરીને પણ લોકોના મન મોહી રહ્યો છે. કૃષ્ણ ભક્તોને જાણે કૃષ્ણ કહી રહ્યાં છે કે સાવચેતી જરૂરી છે. કોરોના મહામારી સામે ડરવાનું નથી પરંતુ સુરક્ષિત રહેવાનું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS