કેશોદમાં મહિલા ભાડૂઆત પર મકાન માલિક પરિવારનો હુમલો

  • February 27, 2021 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદમાં મહિલા ભાડૂઆત પર મકાન માલિક મહિલા તથા તેની પુત્રી અને જમાઈએ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.કેશોદમાં ગાયત્રી મંદિર સામે આવેલ શ્રીનગર સોસાયટીમાં પૂજાબેન અમિતભાઈ ઠાકર (ઉ.વ.૨૫) બિનાબેન નરભેરામના મકાનમાં ભાડે રહે છે.ગઈકાલે મકાન માલિક બિનાબેન તથા તેની સોનારિયા ગામે રહેતી પુત્રી પારૂલ અને જમાઈએ ભાડૂઆત પૂજાબેન સાથે લાઈટ બિલ તેમજ એડવાન્સ ભાડા બાબતે માથાકૂટ કરી હતી.


બાદમાં ત્રણેયે ઢીકાપાટુનો માર માર્યો હતો અને પારૂલના પતિએ કપડાં ધોવાના ધોકા વડે માર મારી અને પૂજાના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામાપક્ષે પૂજાબેન અને તેના પતિ અમિત પ્રફુલ્લભાઈ ઠાકરે ભાડૂ ન ચૂકવી અને લાઈટ બિલના પૈસા ન આપવી બિનાબેન અને તેની દીકરી તેમજ જમાઈને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો.કેશોદ પોલીસે બન્ને મહિલાની સામસામી ફરિયાદ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એમ. બાબરિયા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS