જાણો થોડી કાળજીથી ગળાની તકેદારી કેવી રીતે રાખી શકાય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય અને બોલાતી બંધ થાય તો તેની સીધી અસર વ્યક્તિના મુડ પર થતી હોય છે. એલર્જી કે ફલૂ થવાની સૌથી પહેલી અસર ગળામાં અનુભવાય છે. ક્યારેક કેટલીક દવાઓ સાઈડ ઈફેક્ટ કરતી હોય છે અથવા તો આવી ગળાની  સમસ્યા થાય જ નહિ એ માટે ભારતીય રસોડામાં અને આયુર્વેદમાં એવા કેટલાક તત્વો છે. જેના ઉપયોગથી સ્વસ્થ રહી શકાય છે. જોકે આવા કોઈ પ્રયોગ કરતા પહેલા તજજ્ઞની સલાહ લેવી હિતાવહ છે. એક વાર શરીરની તાસીર પણ ચેક કરાવી જોઈએ અને ત્યાર બાદ કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ. જો કે ગર્ભવતી મહિલાઓ આવા કોઈ પણ નુસખાથી દૂર રહેવું જોઈએ.

 

મુળેઠી :જ્યારે ગળામાં વાયરલ ઈન્ફેક્શન થાય કે સામાન્ય ખારાશ જેવું લાગે ત્યારે મુલેઠીને પાણીમાં નાંખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. મુળેઠીમાં રહેલ ઈસ્પીરીન ગુણ આ પરેશાનીથી છુટકારો અપાવવા માટે પૂરતા છે.

 

તજ :તજ દરેક ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ભારતીય ઘરોમાં દાળના વઘારમાં અને ગરમ મસાલામાં પડતા તજ વેઈટ લોસ કરવા માટે તો ઉપયોગી છે જ સાથે સાથે ગળાની કોઈ પણ સમસ્યા માટે પણ તજ ખૂબ જ લાભકારક સાબિત થઈ ચુક્યા છે. તાજ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ઈમ્યુનિટી  વધારવામાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

 

મધ : મધના લાભ તમને અનેક વાર જાણવા મળ્યા જ હશે. ગળામાં આરામ પહોંચાડવા માટે મધ ફાયદારૂપ છે. બેક્ટેરિયાથી રક્ષણ કરવા માટે મધનું રોજ સેવન કરવું જોઈએ. જોકે મધનું સેવન દરેક વ્યક્તિએ તેની તાસીર પ્રમાણે કરવું જોઈએ.

 

આદુ:આદુ વાળી ચા પી લો ગાળામાં આરામ મળશે એવું અનેક વાર નાની દાદી પાસે સાંભળવા મળે જ છે. આથી આદુ ગળાના તમામ પ્રોબ્લેમ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ છે. જોકે આદુનું સેવન મર્યાદામાં કરવું જોઈએ. વધુ પડતા આદુના સેવનથી શરીરની ગરમી વધી જાય છે અને બીજી સમસ્યાઓ સર્જાય છે.

 

નમક : નમકનો ઉપયોગ શું હોય શકે ગળાના રોગ મટાડવા માટે આવો સવાલ કોઈને પણ થઈ શકે. પરંતુ ગરમ પાણીમાં મીઠું અને 2 3 ટીપા  ઘી નાખીને કોગળા કરવાથી ગળામાં ખૂબ રાહત થાય છે. આ એવી ક્રિયા છે જે રોજ કરી શકાય છે અને હેલ્ધી રહી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS