જાણી લો શરદ પૂર્ણીમાની ખાસ ખીરની રેસીપી

  • October 29, 2020 11:46 AM 1649 views

આ વખતે ૩૦ ઓક્ટોબર, શુક્રવારે શરદ પૂર્ણિમા ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે, ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને પૂરી રાત અમૃત વરસાવે છે. આ દિવસે ખીરને આખી રાત ચંદ્રપ્રકાશની નીચે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખીરને આખી રાત ચાંદનીમાં રાખવાથી ખીર અમૃત સમાન બની જાય છે. અને આ ખીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તો તમે પણ જાણી લો આ વખતની શરદ પૂર્ણીમાની ખીરની રેસીપી.

 

ખીર બનાવવા માટેની સામગ્રી

૧૦૦ ગ્રામ ચોખા
૨ લીટર દુધ 
૧૦૦ ગ્રામ ખાંડ 
૪ પીસ એલચી.
૮ થી ૧૦ બદામના ટુકડા 
૮ થી ૧૦ કાજુના ટુકડા 
૧ મોટી ચમચી ઘી 

 

ખીર બનાવવાની રીત 

સૌ પ્રથમ ચોખા સાફ કરી તેને સારી રીતે ધોઈ લો. ચોખા ધોયા પછી, ચોખાને પાંચ મિનિટ સુધી ચાળણીમાં રાખી મુકો. જેથી બધું પાણી નીતરી જાય  ત્યાર બાદ એક કડાઈમાં ઘી લો આ. ઘી ગરમ થાય એટલે તેમાં સાફ કરેલા ચોખા નાખી ૨ થી ૩ મિનીટ સુધી સાંતળો. ત્યાર બાદ એક તપેલામાં દૂધ અને અડધો કપ્પાની નાખી તેને ઉકળવા દો. સારી રીતે ઉકળી જાય પછી તેમાં સાંતળેલા ચોખા નાખી તેને ૮ થી ૧૦ મિનીટ સુધી તેને પાકવા દો. ચોખા ગળવા લાગે એટલે તેમાં ખાંડ મેળવી દો. ખાંડ પૂરી રીતે મિક્ષ થઇ જાય પછી તેમાં ઉપરની તમામ સામગ્રી મિક્ષ કરીને ૮ થી ૧૦  મિનીટ સુધી તેને પાકવા દો. ત્યારબાદ તેમાં એલચી નાખીને તેને વધુ આંચ ઉપર પકવો. અને ત્યાર છે તમારી શરદ પૂર્ણીમાની ખીર.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application