BREAKING NEWS

માધુરી દીક્ષિતની ફિલ્મ 'માં-બહેન' નેટફ્લિક્સ પર સુપરહીટ, મોટા સુપરસ્ટાર્સને પછાડી આગળ

  • June 05, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેમનો જાદુ આજે પણ અકબંધ છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 4 જૂન 2026ના રોજ રિલીઝ થયેલી તેમની નવી ફિલ્મ 'માં-બહેન' એ ધૂમ મચાવી દીધી છે. રિલીઝના ગણતરીના કલાકોમાં જ આ ફિલ્મે સાઉથના સુપરસ્ટાર ધનુષની 'કારા' અને સૈફ અલી ખાનની 'કર્તવ્ય' જેવી મોટી ફિલ્મોને પાછળ છોડીને ઈન્ડિયામાં નંબર 1નું સ્થાન કબજે કરી લીધું છે.


શું છે ફિલ્મની વાર્તા અને 'ગજબનો કાંડ'?
સુરેશ ત્રિવેણીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક કોમેડી-થ્રિલર ડ્રામા છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત 'રેખા' નામની એક એવી માતાના રોલમાં છે જે પોતાની બે દીકરીઓ સાથે રહે છે. આ મા-દીકરીઓની ત્રિપુટી અવારનવાર કોઈને કોઈ નાના-મોટા કાંડ કરતી રહે છે. પરંતુ, વાર્તામાં અસલી ટ્વિસ્ટ અને રોમાંચ ત્યારે આવે છે જ્યારે અચાનક તેમના પડોશીની લાશ તેમના જ ઘરમાંથી મળી આવે છે. આ રહસ્યમય સંજોગો અને તેમાંથી બહાર નીકળવાની તેમની કોમેડી સફર વાચકો અને દર્શકોને જકડી રાખે તેવી છે.
આ શાનદાર સ્ટાર કાસ્ટ જીતી રહી છે દિલઆ ફિલ્મ માત્ર વાર્તાના કારણે જ નહીં, પરંતુ તેના કલાકારોના શાનદાર અભિનયના કારણે પણ ચર્ચામાં છે:


માધુરી દીક્ષિત:- મુખ્ય ભૂમિકામાં બે દીકરીઓની માતા (રેખા) તરીકે ધમાકેદાર કમબેક.તૃપ્તિ ડિમરી અને ધારણા દુર્ગા, માધુરીની દીકરીઓ 'જયા' અને 'સુષમા'ના રોલમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધારણા દુર્ગા અને તૃપ્તિની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
રવિ કિશન:- માધુરીના પડોશીના એક મહત્વપૂર્ણ અને રસપ્રદ રોલમાં જોવા મળી રહ્યા છે.
નેટફ્લિક્સ ટોપ-10 ચાર્ટની વર્તમાન સ્થિતિ
માધુરી દીક્ષિતની આ ફિલ્મે ઓટીટીના સમીકરણો બદલી નાખ્યા છે. હાલના ટ્રેન્ડ મુજબ ટોપ ફિલ્મોની યાદી આ પ્રમાણે છે

માં-બહેન (નંબર 1 પર અકબંધ)
કારા (સાઉથ સ્ટાર ધનુષની ફિલ્મ, જે હવે બીજા સ્થાને સરકી ગઈ છે)
મેગ 2: ધ ટ્રેન્ચ (ત્રીજા સ્થાને)
ગોડઝિલા x કોંગ: ધ ન્યૂ એમ્પાયર (ચોથા સ્થાને)
આ ફિલ્મ કુલ 127 મિનિટ એટલે કે લગભગ 2 કલાક અને 7 મિનિટની છે, જે વીકેન્ડ પર પરિવાર સાથે જોવા માટે એક પરફેક્ટ મનોરંજન પેકેજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News