મલયાલમ ફિલ્મ જલીકટ્ટુને મળી ઓસ્કારમાં એન્ટ્રી

  • November 25, 2020 09:28 PM 263 views

ફિલ્મ હોલિવૂડની હોય બોલિવૂડની હોય કે પછી અન્ય કોઇ સ્થાનિક ભાષાની દરેક ફિલ્મ માટે ઓસ્કારમાં સ્થાન મેળવવું ખૂબ અગત્યનું હોય છે. પોસ્ટરમાં સ્થાન મેળવીને ફિલ્મ દરેક રીતે મોટી બની જતી હોય છે. આ વખતે હિન્દુસ્તાન તરફથી હિન્દી નહીં પરંતુ મલયાલમ ફિલ્મ અને આ તક મળી છે. 2019 માં રિલીઝ થયેલી જલીકટ્ટુ  ફિલ્મ ઓસ્કારમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મલયાલમ ફિલ્મ જલીકટ્ટુનું દિગ્દર્શન લીજો જોશ  પેલીસેરીએ કર્યું છે.

 

ઓસ્કાર માટે નોમિનેટ થવા પહેલા આ ફિલ્મ ટોરેંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં બતાવવામાં આવી હતી. તે સમયે ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મની સ્ટોરીથી માંડીને ડિરેક્શન સુધી દરેક બાબતને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ જોઈને ઘણી બધી ભાવનાઓ ઉભરી આવે છે, એવું દર્શકોમાં ચર્ચાઈ રહ્યું હતું. હવે જ્યારે ફિલ્મને ઓસ્કારના નોમિનેશનમાં પણ સ્થાન મળી રહ્યું છે ત્યારે તેની પાછળ પણ એક મહત્વનું કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

માહિતી મળી રહી શકે જ્યુરી ને જલીકટ્ટુની થીમ ખૂબ પ્રભાવિત કરનાર સાબિત થઈ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, માણસ અનેક રીતે જાનવરથી પણ નીચલી કક્ષાના છે. દરેક પાત્રને ખુબ સરસ રીતે દર્શકો સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે, અને તેના કારણે જ ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું છે.

 

જોકે દરેક ફિલ્મ માટે આ સ્થાન પણ મહત્વનું ગણાય છે અને નોમિનેશનમાં પસંદ થવું એ પણ કોઈ નાની વાત નથી. ભારત તરફથી 27 ફિલ્મ ઓસ્કાર માટે રજૂ કરવામાં આવી હતી. આ લિસ્ટમાં છ્લાંગ, સ્કાય ઈસ પીંક  અને ગુલાબો સિતારો જેવી ફિલ્મનો પણ સમાવેશ થાય છે. પરંતુ જ્યારે હવે જલીકટ્ટુ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે, અત્યારે તમામ લોકો ફિલ્મમેકર્સને ખુબ શુભેચ્છા આપી રહ્યા છે કારણ કે દરેકને આ ફિલ્મ ઓસ્કાર વિનર બનશે એવી આશા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application