કોને લાભ કરાવવાની કોશિશ? મમતાનો આઠ તબક્કામાં મતદાન ઉપર સવાલ

  • February 26, 2021 09:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આઠ તબક્કામાં મતદાન ઉપર સવાલ કર્યો છે. મમતા બેનર્જીનું કહેવું હતું કે આઠ તબક્કામાં મતદાન કરાવીને કોને લાભ કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે? ચૂંટણીપંચની મનશા ઉપર સવાલ કરતા મમતાએ કહ્યું હતું કે આ નિર્ણયથી તેઓ કોને લાભ કરાવવા માંગે છે?

 

મમતાએ કહ્યું હતું કે અસમમાં એક ફેઝમાં ચૂટણી કરાવવામાં આવી રહી છે.  તો પછી આઠ તબક્કામાં મતદાન શા માટે કરાવવામાં આવી રહ્યું છે? આ કોની મદદ માટે કરાવવામાં આવી રહ્યું છે. ભાજપે જે પણ માગ કરી હતી તેને પુર્ણ કરવામાં આવી છે. અડધા જિલ્લાઓમાં રોજ ચૂંટણી કરાવવામાં આવી રહી છે. શું આવું એ માટે થઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેંદ્રમોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં આવતા પહેલા જ અસમ અને તમિલનાડુંમાં પોતાનો ચૂંટણી પ્રચાર પુર્ણ કરી લે.

 

મમતા બેનર્જીએ આગળ કહ્યું હતું કે અમે લોકો ભાજપની સફળ થવા દઈશું નહીં. અમે લોકો તેને ખતમ કરી નાંખીશું. તેઓ લોકોને હિંદુ અને મુસ્લિમના નામે ભટકાવી રહ્યાં છે. તેઓ મુસલમાનનો બટવારો કરવાનો કોશિશ કરી રહ્યાં છે. અમે લોકો ચૂટણી લડીશું અને જીતીશું. તે લોકો બંગાળમાં પણ એવું જ કંઈક કરવા ઇચ્છે છે. પરંતુ આ પ્રદેશને હું સારી રીતે જાણું છું. અમે ચૂંટણી ખેલદીલી પુર્વક લડીશું અને જીતીશું.         


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application