મનમોહન સિંહે મૌન તોડ્યું કહ્યું દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ છે મોદી સરકારનો એક નિર્ણય

  • March 02, 2021 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અવારનવાર બેરોજગારી વધવાના કારનો શોધવા માટે વિવિધ સંશોધન અને સર્વે પણ  કરવામાં આવે છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બેરોજગારી વધવાનું એક કારણ જણાવ્યું છે.  મનમોહન સિંહે જણાવ્યું હતું કે 2016માં ભાજપની આગેવાની વાળી એનડીએ સરકારે વગર વિચાર્યે નોટબંધીનો નિર્ણય લઈ લીધો અને તેને કારણે દેશમાં બેરોજગારીની સમસ્યા આજે ગંભીર બની છે.

 

મનમોહનસિંહ આર્થિક વિષયોના થિંકટેન્ક રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડી દ્વારા આયોજિત વિકાસ સંમેલન દરમિયાન વધતી બેરોજગારની સમસ્યા ઉપર વાત કરતા કહ્યું હતું કે નાણાકીય કટોકટી છૂપાવવા માટે સરકાર અને આરબીઆઈ દ્વારા કરાયેલા અસ્થાયી ઉપાયોને કારણે દેવાનું સંકટ તોળાઈ રહ્યું છે અને આને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગવાળા સેક્ટર પ્રભાવિત થઈ શકે છે. સરકાર નિયમિત રીતે રાજ્ય સરકારો સાથે સલાહ-પરામર્શ નહીં કરતી હોવાનો ઉલ્લેખ પણ સંબોધન દરમિયાન કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application