જામનગર નજીક દરિયામાંથી ડીઝલનો જંગી જથ્થો કબજે લેતી મરીન પોલીસ

  • June 19, 2021 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીઝલના 53 કેરબા અને બૉટ મળી 3.82 લાખનો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે: કરાતી તપાસ

થોડાં દિવસ પહેલાં સચાણામાં શંકાસ્પદ ઈંધણનો જથ્થો કબજે કયર્િ બાદ જામનગર નજીકના દરિયામાં એક બૉટમાં ડીઝલનો જંગી જથ્થો મળી કુલ 3.82 લાખનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ આ અંગે તપાસ બેડી મરીન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રને ગેરકાયદે પ્રવૃત્તિઓ શોધી કાઢવાની સૂચના આપી હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ બેડી મરીન પોલીસની ટૂકડી દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના રાજેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે જામનગર જુના બંદર, જેટી પાસે માછીમારોની ‘યા ગૌસ અલમદદ’ નામની બોટમાંથી બેડી, માધાપર, ભૂંગા, મસ્જિદ પાસે રહેતાં ઈમરાન ઈકબાલ સાંઘાણી (ઉ.વ.22) હોવાનું જણાવ્યું હતું.

આ બૉટમાંથી ગેરકાયદે બિલ આધાર વગરના ડીઝલના 53 કૈરબા જે એક કૈરબામાં આશરે 65 લિટર જેટલું ડીઝલ એમ કુલ 53 કેરબામાં આશરે 3445 લિટર ડીઝલ જેની કિંમત ા.182585 તથા બોટની કિંમત 2 લાખ ગણી કુલ ા.382585નો મુદ્દામાલ  શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરાયો હતો.

મજકુર વિરુદ્ધ પીએસઆઈ કણઝારિયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ બોટ માલિક અકબર ઉર્ફે અકુડો મામદ ભગાડ (રે.બેડી ઢાળિયા પાસે) તેમજ બેડી, થરી પાડામાં રહેતાં અમીન કક્કલ ઉપરાંત તપાસ દરમિયાન જે નામ ખૂલે તે ઈસમોને અટક કરવાના બાકી છે.

આ કાર્યવાહી બેડી મરીનના પીએસઆઈ વી.કે. કણઝારિયા, સ્ટાફના ધરમશીભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, શબ્બીરભાઈ, મોહનભાઈ, રાહુલભાઈ, વિપુલભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS