PM મોદીના જન્મદિવસે રાજયમાં વેક્સીનેશનની મેગા ડ્રાઇવનું આયોજન

  • September 16, 2021 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા રસીકરણ પણ વધારે ભાર મુકાવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા રસીકરણની વિવિધ ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીને નાથવા માટે રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. 

 

રસીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યુ છે. ત્યારે આવતીકાલે  ૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે, મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. એટલુ જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.

 

રાજ્યમાં રસીકરણની જે મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નરોને પહેલા જ અગાઉથી જાણકારી આપી દેવામાં આવી હતી. ત્યારે તમામ જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરો દ્વારા મેગા ડ્રાઇવની જાણકારી પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. 

 

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં કહ્યું કે, ૧૭ સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં ૧૦૦થી વધુ દિનદયાલ ઔષધાલય સેન્ટર ઉભા કરવામાં આવશે. તેમા પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર આપવામાં આવશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS