મહેસાણા દૂધસાગર ડેરીએ દુધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો કર્યો વધારો

  • July 08, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેસાણા દૂધસાગર ડેરીએ દુધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે...પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે....મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે વર્ચ્યુઅલ સાધારણ સભા યોજાઈ હતી....આ સભા દરમિયાન ડેરી અને પશુપાલકોના વિવિધ મુદ્દાઓ પર એજન્ડા રજૂ કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે...જે અંતર્ગત આગામી 11 જુલાઈથી દુધના પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.... જેને પગલે પશુપાલકોને હવે દૂધના પ્રતિકિલો ફેટે રૂપિયા 670થી વધારીને 680 રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....આ અગાઉ પશુપાલકોને આપવામાં આવતા સાગર પશુદાણની કિંમત પણ અગાઉ 50 રૂપિયા ઘટાડો કરી પ્રતિ બેગે 1300 રૂપિયા ભાવ નક્કી કરાયો હતો...તો બીજીતરફ હાલમાં પશુઓના આરોગ્ય સંબંધિત સેવાઓ ઝડપી બનાવવા ડેરી દ્વારા સિંગલ કોલ વિન્ડોની સેવા શરૂ કરાઈ છે...જેમાં એક સાથે ઘણાં કોલ લઈ શકાશે અને પશુઓને ત્વરિત આરોગ્ય લક્ષી સેવા પહોંચાડવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS