કોરોના કાળ દરમિયાન મહેસાણા સાંસદ શારદાબેન પટેલ વિદેશમાં વસતા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા

  • July 23, 2021 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળ દરમિયાન મહેસાણા સાંસદ શારદાબેન અનિલભાઈ પટેલ ફરી એક વખત વિદેશમાં વસતા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 2 વિદ્યાર્થીઓને પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારીની ભૂલના કારણે હેરાન થતાં તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાંસદ શારદાબેન પટેલ દ્વારા તુરંત વિગત મેળવી વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી સાથે સંવાદ સાધી બંને વિદ્યાર્થીને કેનેડા પહોંચા઼વાની પ્રક્રિયા હાથ ધરી હતી

 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રિયા શૈલેશભાઈ પટેલ અને હર્ષકુમાર દિનેશભાઇ પટેલ કેનેડા અભ્યાસ અર્થે જઇ રહ્યા હતા. તેમની પાસે જરૂરી વિઝા અને અન્ય કાગળો પણ હતા. તેઓ જયારે પોલેન્ડ દેશ પહોંચ્યા ત્યારે તેમના વિઝા નંબરની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવામાં પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારીએ ભૂલ કરી હતી જેથી તેમને પોલેન્ડ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા પૂછપરછ માટે રોકવામાં આવ્યા હતા. પછીથી પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી નહિ અને કેનેડીયન સરકાર દ્વારા આ બંને વિદ્યાર્થીઓને ભારત પાછા મોકલી દેવાની પ્રક્રિયા હાથ ઉપર લીધી. જેથી બંને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. તેમણે ભારતમાં તેમના પરિવારને આના વિષે જાણ કરાતા તેઓ પણ ચિંતાતુર થઇ ગયેલ હતા અને વિદેશમાં ફસાયેલા તેમના સંતાનોને લઈને શું કરવું શું ના કરવું તે મૂંઝવણમાં હતા ત્યારે ગોઝારીયા જિલ્લા ડેલીગેટ મિહિરભાઈ પટેલ દ્વારા રાત્રે બાર વાગે સાંસદ શારદાબેનના અંગત મદદનીશ (PA) જસ્મીન પટેલ નો સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીના પરિવારના સભ્ય સાથે સંપૂર્ણ માહિતી લીધી હતી અને પુરેપુરી મદદ કરવાની ખાતરી આપી હતી. રિયા શૈલેશભાઈ પટેલ અને હર્ષકુમાર દિનેશભાઇ પટેલ દ્વારા સાંસદ શારદાબેન પટેલ ના ઈમેલમાં સંપૂર્ણ માહિતી મોકલી આપી હતી જેને સાંસદ દ્વારા વિદેશ મંત્રાલય અને પોલેન્ડ તથા કેનેડા કોન્શ્યુલેટ જનરલની ઓફિસમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક વિદ્યાર્થીઓને મદદ કરીને કેનેડા અભ્યાસઅર્થે પહોંચાડવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઝડપથી વિદ્યાર્થીઓ સુખ શાંતિથી કેનેડા પહોંચે તે માટે તાત્કાલિક પગલા લેવા કહેવામાં આવેલ. વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી દ્વારા તુરંત જ આગળ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને તેના પરિણામ સ્વરૂપે બંને વિદ્યાર્થીઓને ભારત પરત ના મોકલતા કેનેડા મોકલી આપવામાં આવ્યા હતા. 
 

વિદ્યાર્થીનિ રિયા શૈલેશભાઈ પટેલ

 

 

વિદ્યાર્થી હર્ષકુમાર દિનેશભાઇ પટેલ

 

 

 

સાંસદ દ્વારા વિદેશ મંત્રાલય અને પોલેન્ડ તથા કેનેડા કોન્શ્યુલેટ જનરલની ઓફિસમાં સંપર્ક કરવામાં આવ્યો

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS