જામનગરમાં મીની વાવાઝોડુ : 55 કીમીની ઝડપે પવન ફુંકાયો

  • May 13, 2021 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 14 બાદ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં આવશે પલ્ટો : મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી રહેતા લોકોને ગરમીથી રાહત : સૌરાષ્ટ્ર ઉપર ટૌકટે વાવાઝોડાનો ખતરો, તંત્ર એલર્ટ

જામનગર સહિત સમગ્ર હાલારમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ગઇકાલે 55 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો, આગામી તા. 19 આસપાસ સૌરાષ્ટ્રના દરીયાકાંઠે  વાવાઝોડાનો ખતરો મંડાઇ રહયો છે, જો કે જામનગર આસપાસ આવશે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ તા. 14 પછી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવશે તેવી હવામાન ખાતાની આગાહી છે.

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભી રહેલા ટૌકટે નામના વાવાઝોડાથી તંત્ર એલર્ટ બની ગયું છે, સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છના દરીયા કિનારે આ વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના હોય તા. 14મીએ થન્ડર સ્ટ્રોમ એકટીવીટી શ થશે, જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટો આવશે અને તા. 16 બાદ અરબી સમુદ્રમાં આ વાવાઝોડુ સક્રીય બને તેવી સંભાવના છે, હજુ કઇ બાજુ આ વાવાઝોડુ ત્રાટકે તેવી કોઇ આગાહી થઇ નથી, પરંતુ જામનગર સહિત સૌરાષ્ટ્રના દરીયાકાંઠાને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને તેના માટે સરકારે એનડીઆરએફની ટીમને સુચના આપી દીધી છે અને ગાંધીનગરમાં ક્ધટ્રોલમ ખોલી દેવામાં આવ્યો છે. જો કે ગઇકાલે જામનગરમાં પણ 55 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો અને મીની વાવાઝોડુ થયું હતું, અવાર નવાર જામનગર આજુબાજુના વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાતો હોય છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 35.5 ડીગ્રી, ઓછામાં ઓછુ 26.8 ડીગ્રી, હવામા ભેજ 73 ટકા અને પવનની ગતી 50 થી 55 કીમી રહી હતી.
એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે અને ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે. ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 55 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.
કેટલાક ગામડાઓમાં આજ સવારથી જ ગરમીનું વાતાવરણ છે ત્યારે ગઇકાલે પણ ભારે પવનના કારણે ધુળની ડમરી ઉડી હતી, જો કે મહત્તમ તાપમાન ઘટી જવાથી ગરમીથી રાહત થઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS