જોડિયા ખાતે ભાજપા પ્રેરિત જિલ્લા બક્ષી સેલના મંત્રીનું કરાયુ સન્માન

  • July 06, 2021 10:45 AM 

રાજકીય ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતા જોડિયાના લીંબાણી પરિવારના હાદિૃક જે. લીંબાણીને તાજેતરમાં જામનગર ખાતે જિલ્લા બક્ષી મોરચોના મંત્રી તરીકે નિમણુંક કરાતા જોડિયાના લીંબાણી પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોડિયા તાલુકાના સંગઠનના પ્રમુખની સફળ કામગીરીથી પ્રેરિત જિલ્લા ભાજપા દ્વારા લીંબાણીને બક્ષી મોરચના મંત્રી તરીકે જવાબદારી સોંપાયેલ.

મંત્રીનું સન્માન કાર્યક્રમમાં તા.પ. સભ્ય મંગા જે ધ્રાંગિયા તથા તા.પ. કારોબારી સભ્ય વલ્લાભ ગોઢી ઉપરાંત વાણંદ સમાજના અગ્રણીઓ તથા યુવાધનના સભ્ય પ્રવિણ તથા દીપક વગેરે વારાફરતે મંત્રી બનેલ હાર્દિક લીંબાણીને શાલ ઓઢાડીને સન્માન કરેલ. તે ઉપરાંત સમાજના યુવાનોએ ફુલહારથી સન્માન કરેલ. તથા બ્રહ્મસમાજના અગ્રણી ભરત ઠાકર તથા હરીશ જોષીએ હાર્દિક લીંબાણીને શાલ ઓઢાડી હતી તથા લીાંબાણી પરિવાર વતી તા.પ. કારોબારી અઘ્યક્ષ વલ્લભ ગોઠીને ફુલહારથી વાણંદ સમાજના પ્રમુખ જયસુખએ લીંબાણી  તથા ત.પ. સભ્ય મંગાભાઇ જે. ધ્રાંગિયાને અશોક લીંબાણીને ફુલહારથી સન્મ્ાન કર્યું હતું. આ પ્રસંગે જોડિયાના ભાજપાના અગ્રણી ભરતભાઇ ઠાકરે હાર્દિ લીંબાણીનું રાજકીય ક્ષેત્રે પ્રગતિનો અહેવાલ રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૈલાસ આર. લીંબાણીએ કરેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS