ગુરુગ્રામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 12થી વધુ લોકો ફસાયાની આશંકા

  • July 18, 2021 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી નજીક ગુરુગ્રામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં 12 થી વધુ લોકો ફસાયાની આશંકા છે. મળતી માહિતી મુજબ, બિલ્ડિંગ પડવાની આ ઘટના ફરુખનગરના ખાવસપુર વિસ્તારમાં બની હતી. અત્યારે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યુ છે. આ બિલ્ડિંગ ક્યાં કારણસર પડી તે અંગે કોઈ જ માહિતી સામે આવી નથી.

ઘટના સ્થળે હાજર DCPએ જણાવ્યું કે, 'અમને બિલ્ડિંગ પડી હોવાની સુચના મળી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને હાલ રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.'

 

 

એક દાવા પ્રમાણે વરસાદને કારણે વીજળી પડતાં આ ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. ઘટના પર લગભગ એક ડઝન એમ્બ્યુલન્સ, છ ફાયરબ્રિગેડની ગાડીઓ, ચાર JCB અને દોઢસોથી બસો પોલીસ કર્મચારીઓ હાજર છે.

 

બચાવ કામગીરી શરૂ

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application