કોરોનાનો નવો રેકોર્ડ : દેશમાં નોંધાયા છેલ્લા 24 કલાકમાં 2 લાખ 61 હજારથી વધુ કેસ : 1501 લોકોના મૃત્યુ

  • April 18, 2021 08:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસની મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 261500 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1501 લોકોના મૃત્યુ થયા છે.

 

 

કોવિડ 19ના સૌથી વધારે કેસ નોંધાયા છે, તેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને છતીસગઢ સામેલ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 67123 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 27334 કેસ,  દિલ્હીમાં 24 375  અને કર્ણાટકમાં 17 489  કેસ નોંધાયા છે. દેશભરમાં 1501 લોકોએ તેના જીવ ગુમાવ્યા છે. જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 419 લોકોનો ભોગ લીધો છે. જ્યારે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 141305237  કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 3023871 લોકોના ભોગ બની ચૂક્યા છે. જ્યારે વિશ્વભરમાં 119918188 લોકો કોરાનાને માત આપી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS