જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પૂરથી 20થી વધુ લોકોનાં મૃત્યુ

  • July 29, 2021 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદ પહાડી રાજ્યો પર આફત બની તૂટી રહ્યો છે. બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 50 લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ-ચીલા માર્ગ પર બીન નદીનો જળસ્તર વધી ગયો છે. એને લીધે 80 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીજી બાજુ, રાજસ્થાનમાં પણ ચોમાસું સક્રિય થતાં બુધવારે ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો. હવામાન વિભાગનું કહેવું છે કે 1 ઓગસ્ટ સુધી પૂર્વ રાજસ્થાનમાં ચોમાસું સક્રિય રહેશે.

 

જમ્મુ-કાશ્મીર: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું

 

અમરનાથ ગુફા પાસે બુધવારે બપોરે 3.45 વાગ્યે વાદળ ફાટવાથી ભારે વરસાદ પડ્યો હતો. એનાથી પહાડો પરથી માટી અને પાણી તળેટી પર આવી ગયાં હતાં. અમરનાથ ગુફા સુરક્ષિત છે, પરંતુ સેવા કાર્યો અને સુરક્ષાદળોનાં કેટલાક ટેન્ટ અને નાના પુલ તણાઇ ગયા હતા. ગુફાની આજુબાજુ કોઇ દર્શનાર્થી ના હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. કોરોનાના લીધે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેથી કોઇ શ્રદ્ધાળુ ત્યાં હતા નહીં. નહીં તો સામાન્ય સંજોગોમા અમરનાથની યાત્રામાં લાખો લોકો જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS