થઈ રહેલા મોતમાં જામનગરવાસીઓના સૌથી વધુ મૃત્યુ

  • April 22, 2021 01:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાએ વધુ 48નો ભોગ લીધો: અત્યાર સુધીના રૈકર્ડ બ્રેક 324 પૉઝિટીવ શહેરમાં આવવા છતાં પણ તંત્ર હજુ નિંદ્રાધિન અવસ્થામાં: શહેરીજનોને કોવિડ હૉસ્પિટલમાં દાખલ થવા જગ્યા મળતી નથી: ચારેકોર અફરા-તફરીનો માહોલ

જામનગર શહેરમાં કાળમુખા કોરોનાએ એક પછી એકના જીવ લેવાનું ચાલુ જ રાખ્યું છે, શહેરના સ્મશાન ગૃહોમાં અગ્નિદાહ માટે કલાકો સુધી મૃતદેહને વૈઈટીંગમાં રાખવા પડે છે. માત્ર ચોવીસ કલાકની જ વાત લઈએ તો આ સમયગાળામાં એનાથી ડબલ એટલે કે, 48 દર્દીના મોત થઈ ચૂક્યા છે. મોતનો ભયંકર સિલસિલો હજુ રોકાતો નથી, જીજી હૉસ્પિટલ અને કોવિડ હૉસ્પિટલ ફૂલ થઈ ગઈ છે, છતાં પણ હજુ બહારગામના દર્દીઓનો ઘસારો વધુ જોવા મળે છે ત્યારે શહેરમાં રૈકર્ડ બ્રેક 324 દર્દીના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. હજુ પંદર દિવસ પહેલાં જ 30થી 40 દર્દીઓ પૉઝિટીવ આવતાં હતાં, જેમાં દસ ગણો વધારો થઈ ચૂક્યો છે અને આવનારા દિવસો વધુ જોખમી પૂરવાર થાય એવી શક્યતાઓ છે.

કોરોનાના રાક્ષસે છેલ્લા પંદર દિવસમાં અસંખ્યા દર્દીનો કોવિડ હૉસ્પિટલમાં ભોગ લીધો છે, પહેલાં એવરેજ પંદરથી વીસ મોતની હતી, ત્યારબાદ પચાસથી સાઈઠ મોતની થઈ અને હવે છેલ્લા ચાર-પાંચ દિવસથી દરરોજ અેંસીથી સો દર્દીઓના મોત થઈ રહ્યાં છે અને તેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મૃતકોની યાદીમાં જામનગર શહેરના દર્દીઓની સંખ્યા સૌથી વધુ અને ચોંકાવનારી જોવા મળી રહી છે એ બાબત શહેરીજનો માટે લાલબત્તી સમાન છે.

શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તાર હોય કે નવાગામ ઘેડ, પટેલ કોલોની હોય કે ખોડિયાર કોલોની હોય તમામ વિસ્તારોમાં કોરોનાનો કેર વ્યાપક રીતે વધી રહ્યો છે. કાળમુખા કોરોનાએ એક પછી એક જીવ લેવાનું ચાલુ રાખ્યું છે અને હવે તો શહેરીજનોના ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલે કુલ 78ના મોત થયાં હતાં જેમાં ફકત જામનગર શહેરના 34 દર્દીઓ યમધામ પહોંચી ગયાં હતાં. એટલે કે, માત્ર બે જ દિવસમાં 91 જામનગરવાસીઓના કોવિડ હૉસ્પિટલમાં મોત થઈ ચૂક્યા છે.

ધીરે-ધીરે એવરેજ મૃત્યુઆંક 30થી 40નો થઈ ગયો હતો જેમાં વધારો થયો છે. એટલે કે, બે દિવસમાં એવરેજ 49ના મૃત્યુ થયાં છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં કોરોના પહોંચી ગયો છે અને હવે તો 30થી 45 વર્ષના યુવાનોનો પણ સમાવેશ થાય છે!

જામનગર શહેરમાં પહેલાં ક્ધટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાતાં હતાં હવે આ બધું ભૂલી જવાનું, ચારેકોર કોરોના વ્યાપી ગયો છે, સવા ત્રણસોની ઉપર કેસો વધી ગયાં છે, અનેક લોકોને હોમ કોરોન્ટાઈન કરી દેવાયા છે. મળતી ખાનગી માહિતી મુજબ લગભગ 700થી વધુ દર્દીઓ અત્યારે ઘેર બેસીને સારવાર લઈ રહ્યાં છે.
જામનગરની વસતિ સાડા સાત લાખની છે ત્યારે હવે તો એક પછી એક કોરોના થતો જાય છે અનેક ઘરોમાં લોકો ગભરાઈને જીવન જીવી રહ્યાં છે. ઑક્સિજનની અછત વતર્ઈિ રહી છે. આવીને આવી જ સ્થિતિ રહી તો જામનગરમાં હજુ વધુ ઑક્સિજનની જરિયાત પડશે તે દિવસો દૂર નથી.

તમે ક્યારેય જોયું છે કે મોક્ષ મંદિર કે માણેકબાઈ સુખધામ સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ટોકન લેવું પડે? હા... અત્યારે એ સ્થિતિ છે કે સ્મશાન ગૃહોમાં પણ લાકડાનો વપરાશ દસ ગણો વધી ગયો છે. માણેકબાઈ સુખધામમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી છે તે કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે જ્યારે મોક્ષ મંદિરમાં પણ હવે ગૈસ આધારિત ભઠ્ઠી થઈ જતાં થોડી રાહત થઈ છે, પરંતુ સ્મશાન ગૃહોનો સ્ટાફ પણ ચોવીસ કલાક કામે લાગ્યો છે.

લગભગ 14 મહિના પહેલાં દરેડમાં એક બાળકનું મોત થયું હતું ત્યારે તે દિવસે જામનગરમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો, લોકો રીતસરના ફફડતા હતાં, હવે શું થશે? તેની ચિંતા કરતાં હતાં, પરંતુ હવે હાલત ખૂબ જ ખરાબ થઈ છે, મૃત્યુઆંકની એવરેજ શહેરની જ ગણીએ તો 40થી વધી ગઈ છે. જો કે, કોવિડ હૉસ્પિટલમાં એવરેજ મૃત્યુઆંક 90થી 100 થયો છે અને દરરોજ આ આંક વધતો જાય છે એની સાથે પૉઝિટીવ કેસની સંખ્યા પણ સવા ત્રણસો પાસે પહોંચી ગઈ છે.

જામનગર મહાપાલિકાના તમામ સિવિક સેન્ટરો, ખાનગી લેબ અને કોવિડ હૉસ્પિટલની ઓપીડીમાં દર્દીના કેસ કાઢવામાં આવે છે જેમાં અનેક લોકો પૉઝિટીવ નીકળે છે, પરંતુ મોટા ભાગના લોકોને તમોને માઈલ્ડ કોરોના છે જેના કારણે તમારે દાખલ થવાની જર નથી ફકત 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઈન રહો. આવા દર્દી ચોપડે નોંધાતા નથી અને સરકારી ચોપડે સાચા આંકડા બતાવવામાં આવતાં નથી.

છેલ્લા પાંચ મહિનાની વાત લઈએ તો જામનગર કોર્પોરેશન દ્વારા ડીએમસી દ્વારા અપાતાં આંકડામાં અત્યાર સુધીમાં પાંચ મહિનામાં ત્રણના મોત દશર્વિાયા છે અને ગ્રામ્ય વિસ્તારની વાત લઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે ના મોત દશર્વિાયા છે તો શું પાંચ મહિનામાં પાત્ર પાંચના જ મોત થયાં છે?! શરમ કરો...  હવે તો!! આવા આંકડા છૂપાવવાથી સરકારી તંત્રને શું લાભ થશે? તે ખબર નથી, પરંતુ પાંચ મહિનાના ગાળામાં 600થી વધુ દર્દીના કોવિડ હૉસ્પિટલમાં મોત થઈ ચૂક્યા છે. કેટલાંકને માત્ર કોરોના જ હતો એવી વિગતો બહાર આવી છે, સરકારના આંકડાની કરામત એ છે કે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ કે અન્ય રોગ હોય અને આવા દર્દીને કોરોના થાય તો તેમનું મૃત્યુ કોરોનાથી થયું છે તેવું દશર્વિવામાં આવતું નથી... આ તો કમાલ છે!

ખૈર, મોતનો સિલસિલો વધી ગયો છે. સ્મશાન ગૃહની ચહેલ-પહેલમાં ખાસો વધારો થયો છે. હૉસ્પિટલમાં બૈડ-ઑક્સિજન ખૂટી પડ્યાં છે. યમરાજા તો છેલ્લા પંદર દિવસથી હૉસ્પિટલની બહાર પડાવ નાખીને બેસી ગયાં છે અને દૂર જવાનું નામ પણ લેતાં નથી ત્યારે આવનારા દિવસો ખૂબ જ ભયાનક આવશે અને હજુ પણ અનેક ના મૃત્યુ થાય તેવી આ કોરોનાની લહેર છે તેમ કહીએ તો પણ ખોટું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS