રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળામાં આજે બપોરે ૨૧ સ્ટોલ ધારકોના કુડ સ્ટોલની સઘન ચકાસણી કરવામાં આવેલ જેમાં તપાસ દરમિયાન અંદાજિત ૨૬ કિલો વાસી બાફેલા બટેટા, ૧૮ કિલો દાઝીયું તેલ, ૧૨ કિલો કાપેલા ફળ શાકભાજી, ૧૦ કિલો મકાઈનો સ્ટાર્ચ/ લોટ, ૨૭ કિલો બિન ફરાળી લોટમાં ઉપયોગ કરેલ ચિપ્સ૬ કિલો ફ્લોસ્ટર માટેનું સિન્થેટિક ફૂડ કલર યુક્ત બટરનો કુલ મળીને ૧૧૧ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ કુલ રૂ.૩૫૦૦નો દંડ વસુલ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પાંચ ખાનગી મેળા કાર્યરત છે પરંતુ ફૂડ બ્રાન્ચ દ્વારા ત્યાં ચેકિંગ કરાયું નથી.