મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

  • March 06, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધન થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં તેમણે 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. એમ.જી. જ્યોર્જ મુથૂટ દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે.

જ્યોર્જ મુથૂટનો જન્મ 2 નવેમ્બર 1949માં કેરળમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એમ.જી.જ્યોર્જ મુથૂટ તેના ઘરની સીડી પરથી નીચે પડ્યા હતા. જે બાદ તેને દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સાંજે 6.58 વાગ્યે તેને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 

એમજી જ્યોર્જ મુથૂટના નેતૃત્વમાં મુથૂટ ગ્રુપની મુખ્ય કંપની મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ, એનબીએફસીમાં ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની છે. તેમના નેતૃત્વ હેઠળ, મુથૂટ જૂથે વિશ્વભરમાં 5500 થી વધુ શાખાઓ અને 20 થી વધુ વિવિધ વ્યવસાયો વિસ્તૃત કર્યા છે.

વર્ષ 2020માં, જ્યોર્જ મુથૂટને ફોર્બ્સ એશિયા મેગેઝિન દ્વારા 26મા સૌથી ધનિક ભારતીય અને ભારતના સૌથી ધનિક મલયાલી જાહેર કરવામાં આવ્યા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS