ખાંભામાં મટન-ચિકનનો બગાડ જાહેરમાં ફેંકાતા લોકોમાં રોષ

  • March 11, 2021 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભાના ભગવતીપરા વિસ્તાર તેમજ ખાંભા ઉના સ્ટેટ હાઇવે નજીક જ અડધો ડઝન જેટલી મટન ચિકન શોપ આવેલી છે, ત્યારે આ મટન ચિકન શોપમાં મૃત માછલીઓ, મરઘીનું માંસ તેમજ બકરાના માંસનું વેચાણ થઇ રહ્યું છે જાયરે આ તમામ પશુ કે પક્ષીના માંસ કાઢી લીધા બાદ તેમાંથી નીકળેલો બગાડ જેમ કે પીંછા, લોહી, મળમુત્ર, ચામડી, વાળ વગેરેને જાહેર રસ્તામાં ફેંકવામાં આવી રહ્યો છે

ત્યારે આ ખુલ્લામાં જાહેરમાં ફેંકવાથી આજુબાજુના રહીશોને અહીંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ બગાડને જાહેરમાં ફેંકવાના લીધે રહીશોના આરોગ્ય પણ જોખમાઇ રહ્યું છે. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે આ ગંદકી લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે ત્યારે આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે કે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના વડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને કેટલા મટન શોપના દુકાનદારો પાસે જરૂરી લાયસન્સ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS