NEET(UG)ની પરીક્ષા 12 સપ્ટેમ્બરમાં લેવાશે

  • July 12, 2021 09:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં 12 સપ્ટેમ્બર 2021 નાં દિવસે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET(UG)ની પરીક્ષા લેવામાં આવશે. NTA દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના પ્રોટોકોલનું પાલન કરીને આ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે જ આવેદન ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ મંગળવાર (13 જુલાઈ) સાંજે 5 કલાકથી ntaneet.nic.in પર જઈને અરજી કરી શકશે. 
 
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ટ્વિટર પર આ જાણકારી આપવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે કોરોનાનાં પ્રોટોકોલ મુજબ જે પણ શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સંખ્યા 155 થી વધારી 198 કરી દેવામાં આવી છે. NEETની પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 3862 થી પણ વધારવામાં આવશે. આ પહેલા NEET નું આયોજન 1 ઓગસ્ટે થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે મેડિકલ પ્રવેશ પરીક્ષા અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Main બંનેનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો છે. JEE Main પરીક્ષાનો ત્રીજો તબક્કો 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે, JEE Main ની ચોથા તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.

 

 

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે કોરોનાના પ્રોટોકોલનું પાલન સરખું અને કડક થાય માટે દરેક ઉમેદવારને ફેસ માસ્ક પણ આપવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ દરમ્યાનના સ્લોટ, કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સસિંગ સાથે બેઠક વ્યવસ્થામાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

 

 

 


 
એપ્લિકેશન ફોર્મ કે પછી પરીક્ષાની બીજી માહિતી પણ જાણવા માંગતા હોવ તો NTAની વેબસાઇટ neet.nta.nic.in પર આપવામાં આવશે. એડમિટ કાર્ડ પણ 12 સપ્ટેમ્બર પહેલા જ આપવામાં આવશે. તેની જાણકારી પણ વેબસાઇટ અને બીજા માધ્યમો પર કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021