WTC ફાઇનલ 'DAY-3: બેડ વેધરના કારણે મેચ સ્થગિત, ન્યૂઝીલેન્ડની ટીમના 2 વિકેટના નુકસાને 101 રન

  • June 20, 2021 11:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. બેડ લાઇટ્સને કારણે મેચ સ્થગિત. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. કીવી ટીમે 1 વિકેટના નુકસાને 100+ રન બનાવ્યા છે. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને ડેવોન કૉનવે બેટિંગ કરી રહ્યા છે. વેટ આઉટ ફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આજે પણ સાઉથહેમ્પટનમાં 2-3 વાર વરસાદ પડવાની સંભાવના રહેલી

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ કારકિર્દીમાં 5મી વાર ટૉમ લેથમને આઉટ કર્યો
ઈશાંત-અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી...

DAY-3 ઈન્ડિયાની પ્રથમ ઈનિંગનું વિશ્લેષણ
ત્રીજા દિવસનાં પહેલા સેશનમાં ભારતીય ટીમનું બેટિંગ પ્રદર્શન યોગ્ય રહ્યુ ન હતુ...ભારતે ત્રીજા દિવસે 71 રન બનાવ્યા હતા અને 7 વિકેટ ગુમાવી હતી. જોકે ટીમ ઈન્ડિયાએ 200 રનનો પડાવ પાર કરી લીધો હતો. ક્રિકેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે સાઉથહેમ્પટનમાં 215થી 250 રનનો સ્કોર પણ ફાઇટ-બેક આપી શકાય તેવો હોય છે.

વિરાટ કોહલીએ 18 મહિનાથી સદી ફટકારી નથી...આજે અર્ધસદી પણ ન ફટકારી શક્યો
કાઇલ જેમિસને કેપ્ટન કોહલીને LBW આઉટ કર્યો...વિરાટ કોહલી ગુડ લેન્થની બોલ ચૂકી ગયો હતો અને સ્વિંગથી અચંબિત થઈ પેડ પર બોલ વાગ્યો હતો...ભારતે પોતાનો એક રિવ્યૂ ગુમાવ્યો...વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે વચ્ચે 61 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી..કાઇલ જેમિસને ભારતીય ટીમની કમર તોડી નાખી હતી...રિષભ પંતને પણ 4 રન પર પેવેલિયન ભેગો કર્યો હતો...
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021