WTC ફાઇનલ DAY 5 ન્યૂઝીલેન્ડ 249 રનમાં ઓલઆઉટ

  • June 22, 2021 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં આજે પાંચમો દિવસ છે...આજે મંગળવારે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમે 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે...કેપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેંડહોમ બેટિંગ કરી રહ્યા છે... ઈન્ડિયાના પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા... ભારતીય ટીમે મેચમાં પકડ બનાવવા માટે સસ્તામાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને આઉટ કરવા પડશે...

આજે 5માં દિવસની શરૂઆતમાં વિલિયમ્સન અને ટેલરે સારી બેટિંગ કરી હતી... પરંતુ 117 રન પર રોસ ટેલરને મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો... ત્યારથી ભારતીય ટીમની ગેમમાં વાપસી થઈ હતી. ભારતે 134 રન પર હેનરી નિકલ્સની વિકેટ ઝડપી હતી... ઈશાંત શર્માની આ વિકેટ પછી મોહમ્મદ શમીએ ફરીથી સારી બોલિંગ દ્વારા ભારતને પાંચમી વિકેટ અપાવી હતી... ન્યૂઝીલેન્ડ ટીમના બેટ્સમેન બીજે વૉટલિંગને ક્લીન બોલ્ડ કર્યો હતો...ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટનો પહેલો અને ચોથો દિવસ વરસાદમાં ધોવાયો હતો. જેથી 23 જૂનના રોજ રિઝર્વ ડેનો ઉપયોગ પણ કરાઈ શકે છે... આજના દિવસે બંને ટીમના પ્રદર્શનથી મેચની દિશા નક્કી થશે કે મેચ ડ્રો જશે કે ભારત કે ન્યૂઝીલેન્ડ જીતશે....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS